આચારસંહિતા લાગુ થતા રાજકોટના સોની બજારનું દૈનિકનું 10 કરોડનું ટર્નઓવર ઘટ્યું

લોકસભાની ચુંટણી જાહેર થતા આચારસહિંતા લાગુ કરી દેવામાં આવી છે. જેના કરાણે 10 લાખ કે 1 કિલોગ્રામ સોનાની ગેરકાયદેસર હેરાફેરી પર આવકવેરાની બાજ નજર જોવા મળી રહી છે. આચારસહિતા લાગુ થયાના બીજા દિવસથી જ સોની બજારમાં સોપો પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટની સોની બજારનું દૈનિક ટનઓવર રૂપિયા ૩૦ કરોડથી વધારેનું છે.

આચારસંહિતા લાગુ થતા રાજકોટના સોની બજારનું દૈનિકનું 10 કરોડનું ટર્નઓવર ઘટ્યું

રક્ષિત પંડ્યા/રાજકોટ: લોકસભાની ચુંટણી જાહેર થતા આચારસહિંતા લાગુ કરી દેવામાં આવી છે. જેના કરાણે 10 લાખ કે 1 કિલોગ્રામ સોનાની ગેરકાયદેસર હેરાફેરી પર આવકવેરાની બાજ નજર જોવા મળી રહી છે. આચારસહિતા લાગુ થયાના બીજા દિવસથી જ સોની બજારમાં સોપો પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટની સોની બજારનું દૈનિક ટનઓવર રૂપિયા ૩૦ કરોડથી વધારેનું છે. 

અહીં સોના ચાંદીના દાગીના બનાવી અન્ય જગ્યાએ મોકલવામાં આવતા હોય છે. પરંતુ આચારસહિતા લાગુ થતાના બીજા દિવસથી જ રાજકોટ સોની બજારનું રોજનું 10 કરોડ રૂપિયાનું ટનઓવર ઘટી ગયું છે. આવકવેરાની બાજ નજર અને કનડગતનાં કારણે વેપારીઓ કોઈ રિસ્ક લેવા માંગતા નથી પરિણામે વેપારીઓ પોતાનો ધંધો જતો કરવા તૈયાર જોવા મળે છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ ભાજપથી નારાજ: હાર્દિક પટેલ

આ અંગે એસોસિયેશન દ્વારા વહીવટી તંત્રને પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે જીલ્લા કલેકટર દ્વારા ખોટી હેરાનગતિ થાય તો 1950 નંબરની હેલ્પલાઈન પર સંપર્ક કરવા જણાવ્યું હતું. ઉલેખ્ખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી સમયે આચારસહિતા લાગુ થયા બાદ 27 કિલો સોનું મુંબઈ રાજકોટ આવતી ફ્લાઈટમાં ઝડપાયું હતું.

સુરત: કચરામાંથી મળ્યા 10 લાખ, પરત કર્યા તો મળ્યું મોટું ઇનામ

પકડાયેલા આ સોનામાં જેમાં ૪૦ વેપારીઓના પાર્સલ હતા. જે પૈકી માત્ર સાત જ વેપારીના પાર્સલ છૂટ્યા છે. બાકીના વેપારીના પાર્સલ આજે પણ છોડાવવા માટે વેપારીઓ ધક્કા ખાઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકોટના સોની બજારને ખૂબ માઠી અસર જોવા મળી રહી છે. અને રોજના ટર્ન ઓવરમાં 10 કરોડનો ઘટાડો જોવા મળ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news