કેમ્પ હનુમાન મંદિર મામલે હાઈકોર્ટમાં કરાઈ અરજી, જાણો શું દાખલ કરવામાં આવ્યું પિટિશનમાં
કેમ્પ હનુમાનનું મંદિર રિવરફ્રન્ટ પર ખસેડવા મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી જેમાં અરજદારની રજૂઆત કે મંદિર ખસેડાવું જોઇએ નહીં. મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે
Trending Photos
આશ્કા જાની/ અમદાવાદ: કેમ્પ હનુમાનનું મંદિર રિવરફ્રન્ટ પર ખસેડવા મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી જેમાં અરજદારની રજૂઆત કે મંદિર ખસેડાવું જોઇએ નહીં. મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે માટે મોટી સંખ્યામાં લોકોની આસ્થા મોટા પ્રમાણમાં જોડાયેલી છે. મંદિર ખૂબ જ જૂનું છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસમાં હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે.
અમદાવાદમાં આવેલા 150 વર્ષ જુના કેમ્પ હનુમાન મંદિર મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. કેમ્પ હનુમાન મંદિર રિવરફ્રન્ટ પર સ્થળાંતર કરવાના નિર્ણય સામે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે આ અરજીમાં અરજદારે જણાવ્યું હતું કે, મંદિરને શિફ્ટ કરવાથી પુજારીઓ અને હજારો ભક્તોની ધાર્મિક લાગણીઓ દુભાશે. કેમ્પ હનુમાન સ્વયંભુ હનુમાન હોવાની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે.
અરજદારે જણાવ્યું હતું કે, કેમ્પ હનુમાનની મૂર્તિ કોઈ માનવ હાથોથી નથી બની અને સ્વયંભૂ છે. બંધારણની જોગવાઈ પ્રમાણે લોકોને ધાર્મિક લાગણીઓ વ્યક્ત કરવાનો અધિકાર છે. કેન્ટોનમેન્ટ બોર્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC), કેન્ટોનમેન્ટ બોર્ડના સીઇઓ, રાજ્ય સરકાર અને શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ટ્રસ્ટને પક્ષકાર તરીકે જોડાયા હતા. કેમ્પ હનુમાન મંદિર અને હનુમાનજીની મૂર્તિ નહીં ખસેડવા માટેના વચગાળાના આદેશની પણ માંગણી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી દિવસમાં હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે