VIDEO: અમદાવાદના સિંધુભવન રોડ પર ફરી જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ, મોપેડ પર કર્યા ભયંકર સ્ટંટ
મદાવાદના સિંધુ ભવન રોડનો વીડિયો વાયરલ થયો છે, જેમાં મોપેડ પર બે યુવકો જોખમી સ્ટંટ કરી રહ્યા છે. ત્યારે ફરી પોલીસ પર સવાલ ઉભા થયા છે, જેમાં હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે લોકોના જીવ સાથે ચેડા કરનાર જોખમી સ્ટંટ કરનારા યુવકોની ધરપકડ ક્યારે થશે?
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: આજકાલ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો અવનવા હથકંડા અપનાવતા હોય છે, ત્યારે અવારનવાર જાહેર રોડ પર સ્ટંટની ઘટનાઓ સામે આવતી હોય છે. આવા સ્ટંટ ક્યારેક કોઈના માટે જીવલેણ સાબિત થાય છે. હાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના સિંધુ ભવન રોડનો વીડિયો વાયરલ થયો છે, જેમાં મોપેડ પર બે યુવકો જોખમી સ્ટંટ કરી રહ્યા છે. ત્યારે ફરી પોલીસ પર સવાલ ઉભા થયા છે, જેમાં હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે લોકોના જીવ સાથે ચેડા કરનાર જોખમી સ્ટંટ કરનારા યુવકોની ધરપકડ ક્યારે થશે?
મોપેડ પર જોખમી સ્ટંટ
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સિંધુ ભવન રોડનો ફરી એક વખત જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે. જેમાં GJ 01 XD 5302 અને અન્ય મોપેડ ચાલક 2 યુવકો જોખમી સ્ટંટ કરી રહ્યા છે. વાયરલ વીડિયો અમદાવાદનાં સિંધુ ભવન રોડનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જીવના જોખમે સ્ટંટ કરતા અમદાવાદી નબીરાનો વીડિયો થયો વાયરલ, મોડી રાત્રે
ઉડાવ્યા નિયમોના ધજાગરા..
#stunt #ahmedabad #ZEE24kalak #viralvideo #trendingnow
(Note : ZEE 24 કલાક આ પ્રવૃતિઓને પ્રોત્સાહન નથી આપતું, આવા જોખમી સ્ટંટ ન કરવા) @AhmedabadPolice @sanghaviharsh pic.twitter.com/vblUrpmXxy
— Zee 24 Kalak (@Zee24Kalak) June 25, 2023
આ બન્ને યુવાનો જોખમી સ્ટંટ કરી પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. એટલું જ નહીં, આ બન્ને યુવકો પોલીસથી બચવા માટે પકડાય નહી તે માટે મોપેડનાં નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરી છે. અતિ વ્યસ્ત અને હાઇપ્રોફાઈલ રોડ પર યુવાનો પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે.
નોંધનીય છે કે, ગત દિવાળીના તહેવારમાં કેટલાક યુવાનોએ સિંધુ ભવન રોડ ઉપર લોકોના જીવ જોખમમાં મૂકાય તે રીતે રોડ પર ફટકાડા ફોડ્યા હતા. હંમેશા લોકોથી ધમધમતા સિંધુભવન રોડ પર દિવાળીની રાત્રે મોટા માં-બાપના નબીરાઓએ પોલીસ કે કાયદાનો કોઇ ડર જ ના હોય તેમ ગાડીમાં સવાર થઇ ગયાં અને ગાડીની ઉપર ફટાકડાનું બોક્સ મૂકીને ફટાકડા ફોડ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયા બાદ સરખેજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે