સુરતીઓના માથે વધુ એક મોંઘવારીનો માર, સુમુલે દૂઘના ભાવમાં કર્યો 2 રૂપિયાનો વધારો
અમુલ દૂધના ભાવ વધારા બાદ હવે સુરતમાં સુમુલ દૂધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોટેશન ખર્ચ વધતા સુમુલે દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે ગોલ્ડ દૂધ હવે 62 રૂપિયા લિટર, ગાય દૂધ હવે 50 રૂપિયા લિટર અને તાજા દૂધ હવે 48 રૂપિયા લિટરના ભાવથી મળશે
Trending Photos
ચેતન પટેલ, સુરત: કોરોના મહામારીથી અસરગ્રસ્ત ધંધા-રોજગાર ધીમે-ધીમે સ્થિર થઈ રહ્યા છે. એવામાં મોંઘવારીને કારણે લોકોને વધુ એક માર સહન કરવો પડી રહ્યો છે. ટ્રાન્સપોટેશન મોંઘું થતા દૂધના ભાવમાં વધારો થયો છે. જેના કારણે લોકોના માથે વધુ એક બોજો પડશે. 1 માર્ચથી અમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ હવે સુરતમાં સુમુલ દૂધમાં ભાવ વધારો કરવામાં આવતા સુરતીઓના માથે વધુ એક મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે.
અમુલ દૂધના ભાવ વધારા બાદ હવે સુરતમાં સુમુલ દૂધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોટેશન ખર્ચ વધતા સુમુલે દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે ગોલ્ડ દૂધ હવે 62 રૂપિયા લિટર, ગાય દૂધ હવે 50 રૂપિયા લિટર અને તાજા દૂધ હવે 48 રૂપિયા લિટરના ભાવથી મળશે. ભાવ વધારાના કારણે લોકો પર દૈનિક 24 કરોડનો બોજો પડશે.
ઉલ્લેખનીય છે કે, સુમુલ દરરોજ 12 લાખ લીટર દૂધનું વેચાણ કરે છે. જો કે, સુમુલ પાસે જૂના ભાવની કોથળી હોવાને લીધે અમૂલે દૂધના ભાવ વધાર્યા તેના 12 દિવસ બાદ સુમુલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 9 મહિના પહેલા પણ જૂનમાં સુમુલ દ્વારા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે