આણંદમાં લવજેહાદની વધુ એક ઘટના! સેલ્ફી વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ

આણંદના આરોપી મોહંમદ ફરહાન સાજીદ વહોરાએ સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને યુવતી સાથે મિત્રતા બનાવી હતી, સેલ્ફી વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

આણંદમાં લવજેહાદની વધુ એક ઘટના! સેલ્ફી વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ

બુરહાન પઠાણ/આણંદ: લવજેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આણંદ શહેરમાં રહેતા બે વિધર્મી મિત્રોએ ખંભોળજ પંથકનાં એક ગામમાં રહેતી સગીર વયની કિશોરી સાથે સોસ્યલ મિડીયામાં મિત્રતા કરી તેનાં વાંધાજનક ફોટાઓ પાડી કિશોરીને ફોટાઓ વાયરલ કરવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યાની ફરીયાદ ખંભોળજ પોલીસ મથકે નોંધાતા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

ઓડ પંથકમાં રહેતી સગીર વયની કિશોરીનાં મોબાઈલફોન પર ઈનસ્ટાગ્રામ સોસ્યલ મિડીયા પર મોંહમદ ફરહાન વ્હોરા નામનાં અજાણ્યા યુવકની ફ્રેન્ડ રીકવેસ્ટ આવતા તે તેણીએ સ્વિકારતા બન્ને વચ્ચે સોસ્યલ મિડીયાનાં માધ્યમથી વાતચીત થતા બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અને ત્યારબાદ આણંદ શહેરમાં બન્ને મળ્યા હતા. ત્યારબાદ મોંહમદ ફરહાનએ કિશોરીને વિશ્વાસમાં લઈ તેણીનાં કેટલાક વાંધાજનક ફોટાઓ પાડી લીધા હતા અને તેણીનું શારીરીક શોષણ કર્યું હતું. તેમજ આ ફોટાઓ વાયરલ કરવાની ધમકીઓ આપી મોંહમદ ફરહાનએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. 

આ ધટનાનાં થોડા દિવસો બાદ કિશોરીનાં સોસ્યલ મિડીયા પર અમાન વ્હોરા નામનાં યુવકની ફ્રેન્ડ રીકવેસ્ટ આવતા તેણીએ તેનો સ્વિકાર કર્યો ન હતો. જેથી મોંહમદ ફરહાનએ કિશોરી પર અમાન વ્હોરાની ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વિકારવા દબાણ કર્યું હતું. જેથી સગીર કિશોરીએ અમાન વ્હોરાની ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વિકારતા અમાન વ્હોરા પણ કિશોરીનાં મોંહમદ ફરહાન સાથેનાં વાંધાજનક ફોટાઓ વાયરલ કરવાની ધમકીઓ આપી અવારનવાર આણંદ ખાતે લઈ જઈ કિશોરી પર દુષ્કર્મ ગુજારતો હતો.

બન્ને વિધર્મી યુવકો દ્વારા છેલ્લા એક વર્ષથી વધુ સમયથી સગીર કિશોરીને ધાકધમકીઓ આપી દુષ્કર્મ ગુજારવામાં આવતું હોઈ સતત થતા અત્યાચારને લઈને કિશોરીએ સમગ્ર ધટના અંગે પોતાનાં પિતાને જાણ કરતા કિશોરીનાં પિતા કિશોરીને લઈને ખંભોળજ પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરીયાદ નોંધાવતા પોલીસે બન્ને વિધર્મી યુવકો વિરૂદ્ધ ગુનો નોંધી આરોપી મોંહમદફરહાન સાહીદભાઈ વ્હોરા અને અમાન શકીલભાઈ વ્હોરા વિરૂદ્ધ દુષ્કર્મ અને પોસ્કોનાં ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

આરોપીએ સગીર કિશોરીને આણંદની પીવીઆર સિનેમામાં પણ લઈ જઈ તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હોઈ પોલીસે આજે સિનેમા ખાતે પર પંચકયાસ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news