'આ બંગલામાં રહેવા 50 લાખની ખંડણી આપવી પડશે', જુહાપુરામાં કુખ્યાત ગુનેગાર પર વધુ એક ફરિયાદ

ડૉકટર ફરિયાદીના આક્ષેપ છે કે કુખ્યાત મુશીર કુરેશી છેલ્લા 10 વર્ષથી માનસિક ત્રાસ આપી રહ્યો છે, જેના પાછળનું મુખ્ય કારણ આ બંગલો છે, જે દબાણથી અને ઓછા ભાવમાં મુશીર કુરેશી મેળવવા માંગે છે. આ પહેલા પણ ફરિયાદી ડોકટર મારા મારીની ફરિયાદ નોંધાવી ચુક્યા છે.

'આ બંગલામાં રહેવા 50 લાખની ખંડણી આપવી પડશે', જુહાપુરામાં કુખ્યાત ગુનેગાર પર વધુ એક ફરિયાદ

ઉદય રંજન/અમદાવાદ: જુહાપુરામાં કુખ્યાત ગુનેગાર પર વધુ એક ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી પાસેથી 50 લાખની ખંડણી માંગી રિવોલ્વર દેખાડી ધમકી આપતા વેજલપુર પોલીસે ધરપકડ કરી છે.

વેજલપુર પોલીસની ગિરફ્તમાં ઉભેલા બંને શખ્સનું નામ મુશીર કુરેશી અને બીજાનું નામ ફિરોજ છે. મુશિર કુરેશી જુહાપુરામાં બિલ્ડર છે અને સાથે સાથે કુખ્યાત ગુનેગાર ઓન છે, ત્યારે આજથી દોઢ માસ પહેલા મુષીર કુરેશી સહિતના 5 શખ્શો જુહાપુરાના ડૉકટર અશરફ દીવાનને ડોકટર પોતાના ઘરે વિઝિટના બહાને બોલાવીને રિવોલ્વર દેખાડી માર મારી ધમકી આપી હતી કે પોતાનો બંગલો 50 લાખમાં મુષિર કુરેશીને વેચાણ આપો દે અને જો નહિ આપી તો આ બંગલામાં રહેવા માટે 50 લાખ ની ખંડણી આપે ત્યારે ફરિયાદી ડૉકટર અશરફ દીવાન ખંડણી કે બંગલો દેવા સહમત ન થતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં મૂષિર સહિત 5 અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાવી હતી. વજેલપુર પોલીસે કુખ્યાત મુશિર સહિત બેની ધરપકડ કરી અન્ય ફરાર ત્રણ આરોપીની શોધખોળ શરૂ કરી છે. 

ડૉકટર ફરિયાદીના આક્ષેપ છે કે કુખ્યાત મુશીર કુરેશી છેલ્લા 10 વર્ષથી માનસિક ત્રાસ આપી રહ્યો છે, જેના પાછળનું મુખ્ય કારણ આ બંગલો છે, જે દબાણથી અને ઓછા ભાવમાં મુશીર કુરેશી મેળવવા માંગે છે. આ પહેલા પણ ફરિયાદી ડોકટર મારા મારીની ફરિયાદ નોંધાવી ચુક્યા છે. ત્યારે કુખ્યાત મુશીર કુરેશી આરટીઆઇ નદીમ સૈયદ હત્યામાં પણ સંડોવાયેલ છે. આ સહિત મુશીર કુરેશી સામે વેજલપુર પોલીસ સ્ટેશન 9 ફરિયાદ નોંધાઇ ચૂકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news