પોલીસ છે તો I-CARD બતાવ કહીને આરોપીએ પોલીસ જવાનને ઘરમાં લઇ જઇને એવો માર્યો કે...

શહેરમાં ફરી એક વખત પોલીસ ઉપર હુમલાની ઘટના સામે આવી છે. રામોલ પોલીસ મથકના બે પોલીસ કર્મી આરોપી પકડવા ગયા અને હુમલો કર્યો. જો કે પોલીસે ગણતરી કલાકોમાં હુમલો કરનાર 6 આરોપી ધરપકડ કરી છે. પોલીસ ગિરફતમાં ઉભેલા આરોપીઓના નામ વિશાલ ગોસ્વામી , વીરસિંહ ઉર્ફે લાલુ રાઠોડ , દિપક વર્મા , મોહિત વર્મા , શતિશ વર્મા , અને મંજુબેન વર્મા છે. આ તમામ આરોપીઓ રામોલ વિસ્તારના રહેવાસી છે. આરોપી વીરસિંહ ઉર્ફે લાલુ રાઠોડ અને અને તેની સાથે ઉભેલા આરોપી વિશાલ ગોસ્વામીની પૈસાની લેતીદેતીમાં રામોલ વિસ્તારમાં આવેલ નિજ સોસાયટી પાસે એક યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. 
પોલીસ છે તો I-CARD બતાવ કહીને આરોપીએ પોલીસ જવાનને ઘરમાં લઇ જઇને એવો માર્યો કે...

ઉદય રંજન/ અમદાવાદ : શહેરમાં ફરી એક વખત પોલીસ ઉપર હુમલાની ઘટના સામે આવી છે. રામોલ પોલીસ મથકના બે પોલીસ કર્મી આરોપી પકડવા ગયા અને હુમલો કર્યો. જો કે પોલીસે ગણતરી કલાકોમાં હુમલો કરનાર 6 આરોપી ધરપકડ કરી છે. પોલીસ ગિરફતમાં ઉભેલા આરોપીઓના નામ વિશાલ ગોસ્વામી , વીરસિંહ ઉર્ફે લાલુ રાઠોડ , દિપક વર્મા , મોહિત વર્મા , શતિશ વર્મા , અને મંજુબેન વર્મા છે. આ તમામ આરોપીઓ રામોલ વિસ્તારના રહેવાસી છે. આરોપી વીરસિંહ ઉર્ફે લાલુ રાઠોડ અને અને તેની સાથે ઉભેલા આરોપી વિશાલ ગોસ્વામીની પૈસાની લેતીદેતીમાં રામોલ વિસ્તારમાં આવેલ નિજ સોસાયટી પાસે એક યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. 

 

જોકે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અજયસિંહ પ્રતાપસિંહ અને બીજા પોલીસ કર્મચારી પેટ્રોલિંગમાં હતા. તે વખતે યુવક પર હુમલાની જાણ થતાં નિજ સોસાયટીની બહાર પહોંચ્યા હતા. પોલીસ ત્યાં પહોંચતા આરોપી વિશાલ ગોસ્વામી ભાગી ગયો હતો. બાદમાં પકડવા ગયેલા પોલીસ પર હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. 

આરોપી વિશાલ ગોસ્વામી ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યાં કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિશાલને પકડવા માટે ઘરમાં ઘુસતા એક જ પરિવારના 4 સભ્યોએ ભેગા મળી ઘરનો દરવાજો બંધ કરીને પ્રતાપસિંહ સાથે ઝપાઝપી કરી લાતો મારવા લાગ્યા હતાં. જોત જોતામાં આરોપી વિશાલ બહાર આવ્યો અને પ્રતાપસિંહને પોલીસ છું તો તેનું આઇ કાર્ડ બતાવવાનું કહી છરી વડે હુમલો કર્યો હતો. જોકે પોલીસ કર્મી પ્રતાપ સિંહ સાથે રહેલ બીજા પોલીસ કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ દોડી આવી અને આરોપીના ધરનો દરવાજો તોડીને ઇજાગ્રસ્ત પ્રતોસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે હાલ તો રામોલ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ આ ઘટના ને જોતા એવું કહી શકાય કે લોકો ને સુરક્ષા પૂરી પાડનાર પોલીસ જવાનો જ અસુરક્ષિત બન્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news