ગુજરાત સરકાર ના સરકારી કર્મચારી ની અધધ 8 કરોડની બેનામી મિલકત મળી આવી
Trending Photos
અમદાવાદ : ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં એક પછી એક ભ્રષ્ટાચાર અને અધિકારીઓની અપ્રમાણસર મિલકતો બહાર આવી રહી છે. ત્યારે વધુ એક ક્લાસ વર્ગ-૩ના અધિકારીની કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત એ.સી.બી.ના ટાંચમાં લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોણ છે આ જમીન વિકાસ નિગમ અધિકારી જેને કરોડો રૂપિયાની મિલકત ઊભી કરી લીધી છે.
આણંદમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ ના વર્ગ-3ના ફિલ્મ આસિસ્ટન્ટ ધીરુભાઈ શર્માની 8 કરોડ 4 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે. જેમાં ત્રણ વર્ષમાં 1 કરોડ 18 લાખ રોકડ રકમ તેમજ જુદા જુદા બેંક એકાઉન્ટમાં જમા તેમજ રોકડ રકમની સ્થાવર મિલકત ખરીદી અને ખર્ચ 1.10 કરોડ ખર્ચ મળી આવ્યો છે. ખેડામાં કરોડો રૂપિયાની કિંમતનો જલાશ્રય રિસોર્ટ અને લક્ઝુરિયસ કાર મળી આવી છે. જો કે આરોપી ધીરુ શર્માએ ખેડા, નડિયાદમાં અલગ અલગ મિલકતો પોતાના કૌટુંબિકના નામે લીધી હોવાનું સામે આવ્યું છે. જેમાં હજી પણ કેટલીક મિલકત છે જે મામલે એસીબી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે.
જમીન વિકાસ નિગમના ભ્રષ્ટાચાર આચરી કરોડો રૂપિયાની મિલકત વસાવનાર 14 જેટલા અધિકારીઓ એસીબીના સકંજામાં આવી ચુક્યા છે. જો કે જમીન વિકાસ નિગમના અનેક અધિકારીઓ ભ્રષ્ટાચાર કેસમાં સંડોવાયેલા છે. જેમાં ત્રણ વર્ષમાં 56 જેટલા કેસ કરીને કલાસ વર્ગ-1 અધિકારીઓથી લઈ વચેટીયાઓ સહિત 285 લોકો ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જમીન વિકાસ નિગમ યોજના નામે સરકારી અધિકારીઓ કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર આચરી અને કરોડો રૂપિયા મિલકત બનાવી રહ્યા છે. જેમની સામે એસીબી લાલઆંખ કરી અનેક કેસો કરી રહ્યા છે.
- ગુજરાત જમીન વિકાસ નિગમ બન્યું જમીન કૌભાંડ નિગમ...
- અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરી કરોડો રૂપિયાની વસાવી મિલકત...
- ત્રણ વર્ષની અંદર જમીન વિકાસ નિગમ વિરુદ્ધ 70 જેટલા એસીબી માં કેસ..
- અપ્રમાણસર મિલકત 14 કેસ
- કલાસ વર્ગ 1- 2 કેસ
- કલાસ વર્ગ 2- 5 કેસ
- કલાસ વર્ગ3- 7 કેસ
- સતાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરનાર સામે 56 કેસ, આરોપી 285 ધરપકડ કરી
- કલાસ વર્ગ 1 - 3 અધિકારી
- કલાસ વર્ગ 2 - 64 અધિકારી
- કલાસ વર્ગ 3 - 92 અધિકારી
- ખાનગી 126 લોકો મળી 285 ધરપકડ કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે