આણંદમાં લવજેહાદ! વિધર્મી યુવકે પરિણીતાને બ્લેકમેઇલ કરી અઢી વર્ષ સુધી માણ્યું શરીરસુખ, આપતો એવી ધમકીઓ કે...

Anand Lovejihad Case: આણંદ શહેરમાં નોકરી કરવા આવતી પરિણીતા સાથે વિધર્મી યુવકએ મિત્રતા કર્યા બાદ તેણીનો મોબાઈલ ફોન નંબર મેળવી તેણીની સાથે ફોન પર વાતો કરી તેમજ વહાટ્સ અપ પર ચેટ કરી પરિણીતાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

આણંદમાં લવજેહાદ! વિધર્મી યુવકે પરિણીતાને બ્લેકમેઇલ કરી અઢી વર્ષ સુધી માણ્યું શરીરસુખ, આપતો એવી ધમકીઓ કે...

બુરહાન પઠાણ/આણંદ: આણંદ શહેરમાં ખાનગી નોકરી કરતી પરિણીતાને વિધર્મી યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી ધાક ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ ગુજારતા આ બનાવ અંગે વાસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

જિલ્લાના એક ગામમાંથી આણંદ શહેરમાં નોકરી કરવા આવતી પરિણીતા સાથે વિધર્મી યુવકએ મિત્રતા કર્યા બાદ તેણીનો મોબાઈલ ફોન નંબર મેળવી તેણીની સાથે ફોન પર વાતો કરી તેમજ વહાટ્સ અપ પર ચેટ કરી પરિણીતાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

વિધર્મી યુવક સાહિલ રફીકભાઈ વહોરાએ પરિણીતાની ચેટના સ્ક્રીનશોટ વાયરલ કરવાની ધમકી આપી તેમજ તેણીના પતિને ખોટી વાતો કહી જીવન બદતર કરવાની ધમકીઓ આપી સાહિલ પરિણીતાને અવાર નવાર હોટલોમાં લઇ જઇ તેણી પર દુષ્કર્મ આચરી પોતાની હવસ સંતોષતો હતો. આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ગુનો નોંધી સાહિલ વહોરાની ઘરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news