જંગલના રાજાની હાલત ગલીના રખડતા કૂતરા જેવી! Video વાયરલ થતા તપાસના આદેશ છૂટ્યા

Amreli Lion Viral Video : ક્ષેત્રુંજય ફોરેસ્ટ રેન્જમાં સિંહના પાણી માટે વલખાં મારતો વીડિયો વાયરલ... આ વીડિયો વાયરલ થતાં રાજ્ય સરકારના વન વિભાગે આપ્યા તપાસના આદેશ.. ફોરેસ્ટ વિભાગનો એક પણ પાણીનો પોઈન્ટ ખાલી ન રહે તેનું ધ્યાન રખાશે... ક્ષેત્રુંજય ફોરેસ્ટ રેન્જમાં કુલ 252 વોટર પોઈન્ટ કાર્યરત હોવાનો દાવો

જંગલના રાજાની હાલત ગલીના રખડતા કૂતરા જેવી! Video વાયરલ થતા તપાસના આદેશ છૂટ્યા

Heatwave Alert : કાળઝાળ ગરમીમાં લોકોની હાલત ખરાબ થઈ જાય છે, તો અબોલ જીવોનું શું કહેવું. વન વિભાગ દ્વારા દર વર્ષે જંગલમાં ઉનાળામાં પાણીની વ્યવસ્થા કરવાની જાહેરાતો કરાતી હોય છે. પરંતું એક વીડિયોએ વન વિભાગની આ કામગીરીની પોલ ખોલી છે. ગુજરાત જ્યાં ગર્વ લે છે એ સાવજોને ગરમીમાં પાણી માટે કેવી રઝળપાટ કરવી પડે છે તેનો વીડિયો સામે આવ્યો હતો. જોકે, આ બાદ રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા તપાસના આદેશ આપ્યા છે.  

ગીરના સાવજના પાણીથી બેહાલ થયેલા હાલના વીડિયો એ વન વિભાગ માટે કાળી ટીલ્લી સમાન છે. આ વાઇરલ વીડિયો સાવરકુંડલાના ઘોબા ગામની મેરામણ નદીનો કહેવાઈ રહ્યો છે જ્યાં પાણી માટે સાવજ રજળપાટ કરી રહ્યા છે. જ્યાં એક સાવજ પાણી માટે નદીના પટમાં ખાડો ખોદીને પાણી શોધવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સાથે જ જોઈ શકાય છે તરસના માર્યે તેના હાલ બેહાલ થયેલા છે. તે પાણી વગર લથડતી હાલતમાં ચાલી રહ્યો છે. 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

 

ત્યારે આ વાયરલ વીડિયો અનેક સવાલો કરે છે કે, શું ગુજરાતમાં સાવજોને પાણી માટે કોઈ વ્યવસ્થા કરવામા આવતી નથી. આ વીડિયો જોઈને જીવદયાપ્રેમીઓએ ફીટકાર વરસાવ્યો છે. ધોમધખતા તાપમાં પાણી માટે વલખા મારતા સાવજનો આ દયનીય વીડિયો  ચિંતામાં મૂકે એવો છે.

 

 

ક્ષેત્રુંજય ફોરેસ્ટ રેન્જમાં સિંહનો પાણી માટે વલખા મારતો વીડિયો વાયરલ થવાનો મામલે રાજ્ય સરકારના વન વિભાગે આપ્યા તપાસના આદેશ આપ્યા છે. પ્રિન્સિપલ ચીફ કન્ઝરવેટર વાઈલ્ડ લાઈફ ફોરેસ્ટ નિત્યાનંદ શ્રીવાસ્તવે એક નિવેદનમાં જણાવ્યું કે, તેઓ વાયરલ વિડિઓ અંગે તપાસ કરાવશે. ફોરેસ્ટ વિસ્તારમાં એક પણ પાણી માટેનો પોઇન્ટ ખાલી ન રહે તે બાબતે કડક રીતે તાકીદ કરાશે. વાયરલ વિડિઓ અંગે ફોરેસ્ટ વિભાગના ડિવિઝન ઓફીસને તાકીદ કરાયા છે. સાથે જ તેમણે ક્ષેત્રુંજય ફોરેસ્ટ રેન્જમાં કુલ 252 વોટર પોઇન્ટ કાર્યકત હોવાનો દાવો કર્યો છે. એક પણ પાણી માટેનો પોઇન્ટ ખાલી ન રહે તેનું પૂરતું ધ્યાન રાખવા આવે છે તેવુ પણ જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news