સાવરકુંડલામાં ગત મોડીસાંજે બે મહિલાઓ પર પિતા-પુત્રએ એસિડ ફેંક્યું, સગર્ભા મહિલાની હાલત ગંભીર

સાવર કુંડલામાં વાત વાયુવેગે પ્રસરી જતા ઘટનાના કારણ અંગે ભારે ચર્ચા થઇ રહી છે. તો પોલીસે પણ જ્યાં ઘટના બની તે સ્થળની આસપાસના સીસીટીવી ચકાસવાની કામગીરી, ઘટનાસ્થળ આસપાસના લોકોની પુછપરછ શરુ કરી છે.

સાવરકુંડલામાં ગત મોડીસાંજે બે મહિલાઓ પર પિતા-પુત્રએ એસિડ ફેંક્યું, સગર્ભા મહિલાની હાલત ગંભીર

કેતન બગડા/અમરેલી: સાવરકુંડલા શહેરમાં ગત મોડી રાત્રે એસિડ એટેકની હિચકારી ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા પિતા-પુત્ર બે મહિલાઓ પર એસિડ એટેક કરી નાસી છૂટયા હોવાની માહિતી મળી છે. આ એસિડ એટેક બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. બંને મહિલાઓને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. જેમાંથી એક મહિલા ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. જો કે, ભાગી છૂટેલા પિતા-પુત્રએ શા માટે એસિડ એટક કર્યો એને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે સાવરકુંડલા શહેરના આસોપાલવ વિસ્તારમાં રહેતી બે મહિલાઓ લલ્લુભાઈ શેઠ હોસ્પિટલમાં સ્વાસ્થ્ય ચેકઅપ માટે ગઈ હતી. જેમાં એક મહિલા ગર્ભવતી હતી. બંને મહિલાઓ મોડી સાંજે મેડિકલ ચેકઅપ કરાવીને બહાર નીકળતી વખતે બાઈક પર આવેલા બે શખ્સોએ આ બંને મહિલાઓ પર એસિડ જેવો પદાર્થ છાંટી બંને નાસી છૂટ્યા હતા. આ ઘટના બાદ બંને મહિલાઓને 108 એમ્બ્યુલન્સ મારફત પ્રથમ સાવરકુંડલા હોસ્પિટલ સારવાર માટે ખસેડાઇ અને બંને ગંભીર હોય વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હોસ્પિટલના બિછાને સુતેલી ગર્ભવતી મહિલાનું નામ કાજલબેન છે. 

આ ઘટનામાં ભોગ બનેલા કાજલબેન પોતાને થઈ રહેલી બળતરાની વેદના પ્રગટ કરી હતી. નણંદ-ભોજાઈ બંને આ હુમલાનો ભોગ બન્યા છે, અને હુમલો કરનાર બંને શખ્સોને આકરી સજા થાય એવી માંગ કરી રહી રહી છે. સ્થાનિક કક્ષાએ આ ઘટનાએ લોકોમાં ચકચાર જગાવી છે. ગુજરાતમાં એસિડ ખરીદી પર પ્રતિબંધ છે. આમ છતા આરોપીને એસિડ કેવી રીતે મળ્યો અને તેમણે કયા કારણોસર આ હુમલો કર્યો એ અંગે ઘણા સવાલો ઊભા થઇ રહ્યા છે. 

સાવર કુંડલામાં વાત વાયુવેગે પ્રસરી જતા ઘટનાના કારણ અંગે ભારે ચર્ચા થઇ રહી છે. તો પોલીસે પણ જ્યાં ઘટના બની તે સ્થળની આસપાસના સીસીટીવી ચકાસવાની કામગીરી, ઘટનાસ્થળ આસપાસના લોકોની પુછપરછ શરુ કરી છે. તો બંને ઇજાગ્રસ્ત મહિલાઓ હાલ સારવાર હેઠળ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news