અમરેલીના ખેડૂતનો કમાલ, આર્ગેનિક રીતે કરી મરચાની ખેતી, 1 વિઘામાં થયું 150 મણનું ઉત્પાદન

આ પ્રગતીશીલ ખેડૂતને રાજ્યપાલ તરફથી ઓર્ગેનિક ખેતીને લઈને એવોર્ડ પણ મળ્યા છે.

અમરેલીના ખેડૂતનો કમાલ, આર્ગેનિક રીતે કરી મરચાની ખેતી, 1 વિઘામાં થયું 150 મણનું ઉત્પાદન

કેતન બગડા, અમરેલીઃ અમરેલી જિલ્લાના નાના આકડિયા ગામના પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરીને મરચાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કર્યું છે. આ ખેડૂત 1 વિઘામાં 150 મણ મરચાનું  દર વર્ષે ઉત્પાદન કરે છે. 1 વિઘામાં 1.50 લાખનો ઉતારો થાય છે. આ પ્રગતીશીલ ખેડૂતને રાજ્યપાલ તરફથી ઓર્ગેનિક ખેતીને લઈને એવોર્ડ પણ મળ્યા છે.

પ્રધાનમંત્રીના ઓર્ગેનિક ખેતીના સૂત્રને ધ્યાને રાખીને હવે ખેડૂતો એ રસ્તે વળી રહ્યા છે. નાના આકડિયા ગામના આ ખેડૂત છેલ્લા 7 વર્ષથી આ ખેતી કરે છે. ખેતીમાં જીવામૃતનો ઉપયોગ કરીને પુષ્કળ પ્રમાણમાં પાક ઉતારે છે. ગાયનું છાણ, ગૌમુત્ર, દેશી ગોળ વગેરેથી બનેલા જીવામૃતના ઉપયોગથી પુષ્કળ પ્રમાણમાં મરચાનો પાક ઉતરે છે. ખેડૂતને ખેતીમાં ખુબ જ ફાયદો થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news