વેર વાળવા વિક્રમ એટલો આંધળો થયો કે, માતા સમાન વૃદ્ધા સાથે કરી બેસ્યો સૃષ્ટિ વિરુદ્ધનું કામ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમાં વાડીએ સૂતેલા વૃદ્ધાનું અપહરણ કરી તેમના પર સામુહિક દુષ્કર્મ (gangrape) ની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. સંબંધો (crime against woman) ને લજવી દેનાર આ ઘટના જાણીને પોલીસનું દિલ પણ ઉકળી ઉઠ્યુ હતું. 
વેર વાળવા વિક્રમ એટલો આંધળો થયો કે, માતા સમાન વૃદ્ધા સાથે કરી બેસ્યો સૃષ્ટિ વિરુદ્ધનું કામ

કેતન બગડા/અમરેલી :અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમાં વાડીએ સૂતેલા વૃદ્ધાનું અપહરણ કરી તેમના પર સામુહિક દુષ્કર્મ (gangrape) ની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. સંબંધો (crime against woman) ને લજવી દેનાર આ ઘટના જાણીને પોલીસનું દિલ પણ ઉકળી ઉઠ્યુ હતું. 

તારીખ 11 ડિસેમ્બર 2021 ના રાત્રિના 9 કલાકે 50 વર્ષીય વૃદ્ધા લીખાળા ગામને આવેલી પોતાની વાડીએ સૂતા હતા. તે સમય દરમિયાન ચાર નરાધમોએ તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. આ નરાધમો મહિલાને ઘરની બહાર ખેંચીને લઈ ગયા હતા. તેથી વિક્રમ નામના એક યુવકે વૃદ્ધાની વાડીની બાજુમાં જ પોતે ભાગવી રાખેલ વાડીએ તેમને લઈ ગયો હતો. જ્યાં તેમને માર માર્યો હતો. બાદમાં બળજબરીથી ચારેય આરોપીઓએ વારાફરતી વૃદ્ધા સાથે દુષ્કર્મ (rape case) આચર્યું હતું. બીજા દિવસે ભોગ બનનાર પરપ્રાંતીય મહિલાએ સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની હકીકત કહી સંભળાવી હતી અને ફરિયાદ લખાવી હતી. જે ફરિયાદના આધારે સાવરકુંડલા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી તમામની આકરી પૂછપરછ હાથ ધરી હતી. તેમના મેડિકલ ટેસ્ટ કરાવ્યા અને ચારેય આરોપીને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપી વિક્રમે પારિવારિક દ્વેષમાં વૃદ્ધા સાથે આ કૃત્ય કર્યુ હતું. પારિવારિક ઝઘડામાં આરોપી વિક્રમ એટલો આંધળો થયો હતો કે તે વય મર્યાદા પણ ભૂલ્યો હતો, અને વેર વાળવા માટે માતા સમાન વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યુ હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને લીખાળા ગામની સીમમાં ભાગિયું રાખીને મજૂરી કરવા આવેલા મુખ્ય આરોપી વિક્રમની બહેન ભોગ બનનાર વૃદ્ધાના જમાઈના ભાઈ ગિરધારીના ઘરમાં હોય તેવી તેને શંકા હતી. ગિરધારી ભોગ બનનાર મહિલાને પોતાના ઘરમાં બેસાડવાનો હોય તેવી શંકાના આધારે આ ચારેય આરોપીઓએ તેમનો રાગદ્વેષ રાખી આ કૃત્ય આચર્યું હતું. મુખ્ય આરોપી વિક્રમ કિશનભાઇ ભીલ અને તેમને મદદ કરનાર આરોપીઓમાં સંદીપ કાળુભાઈ ભીલ, રાજુ  કાલીભાઈ ડામોર અને વજેરામ ઉર્ફે ભૂરો કાલી ભાઈ ડામોર સામેલ છે. જે હાલ લીખાળા ગામે વાડીમાં રહે છે અને મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી છે. 

પોલીસે આ ચારેય આરોપીઓ ઉપર ipc કલમ 365 376d 323 અને 324 અને 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાની તપાસ સાવરકુંડલા રૂરલ પી.આઇ. વી.બી.દેસાઈ ચલાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news