ઘરમાં ત્રીજા બાળકની કિલકારી ગુંજી, તો છીનવાઈ ગયું ભાજપના બે કાઉન્સિલરોનું પદ

Gujarat BJP Councillors Disqualified : બાળકો વિશે ખોટી માહિતી આપનાર અમરેલી દામનગર નાગરપાલિકાના ભાજપના 2 કાઉન્સિલર પર મોટી કાર્યવાહી, પદ છીનવાયા

ઘરમાં ત્રીજા બાળકની કિલકારી ગુંજી, તો છીનવાઈ ગયું ભાજપના બે કાઉન્સિલરોનું પદ

Amreli News અમરેલી : અમરેલીની દામનગર નગર પાલિકાના ભાજપના બે નગર સેવકોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. દામનગર પાલિકાના વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ત્રણના એક-એક સદસ્ય સંતાનોની ખોટી માહિતી આપવા માટે ગેરલાયક ઠેરવાયા છે. કાન્સિલર ખીમાભાઈ દાનાભાઈ કસોટીયા અને મેઘનાબેન અરવિંદભાઈ બોખાને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. બંને સદસ્યોને ત્યાં ત્રીજા બાળકનો જન્મ થતા તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ બંને કાઉન્સિલર ભાજપના છે. અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા તેમને ગેરલાયક ઠેરવવાનો હુકમ કરવામાં આવ્યો છે. 

ભાજપના બે કાઉન્સિલર ગેરલાયક
ભાજપના નેતા ખીમા કસોટિયા અને મેઘના બોખા અમરેલીના દામનગર નગરપાલિકાના કાઉન્સિલર છે. બંનેને તાત્કાલિક અસરથી કલેક્ટર દ્વારા અયોગ્ય જાહેર કરાયા છે. બંને કાઉન્સિલરના ઘરમાં ગત વર્ષે જ ત્રીજા સંતાનનું આગમન થયું હતું. નિયમો અનુસાર, ગુજરાતના નગરપાલિકાના કાયદા અનુસાર, ત્રણ બાળકો ઘરાવતા કાઉન્સિલર પાલિકાની ચૂંટણી લડી શક્તા નથી. આ જ કારણે બંનેના પરિવારના ઘરે ત્રીજા સંતાનના આગમનથી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામા આવી છે. 

ગેરલાયક ઠર્યા બાદ ખીમા કસોટીયાએ કહ્યું હતું કે 'મને બે બાળકના નિયમ અને કાયદાની ખબર નહોતી. જો કાઉન્સિલર બન્યા પછી ત્રીજું બાળક જન્મે તો ગેરલાયકાતની કોઈ કાર્યવાહી થવી જોઈએ નહીં. તો કાઉન્સિલર મેઘના બોખાના પતિ અરવિંદ બોખાએ કહ્યું હતું કે, તેઓ કલેક્ટરનો આદેશ સ્વીકારે છે.' આ ઉપરાંત કલેક્ટરના આદેશ સામે સવાલ ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે, 'પાલિકાના સભ્ય તરીકે ફરજ બજાવતા ત્રીજું બાળક જન્મે તો કાઉન્સિલરને અસર ન થવી જોઈએ. જો એવો કોઈ નિયમ છે જે કોઈને ત્રીજા બાળકના માતાપિતા બનવા માટે અયોગ્ય ઠેરવે છે, તો અમે તેની વિરુદ્ધ કોર્ટમાં જઈશું નહીં.'

લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, તેમાં ભાજપના બે નગરસેવકોને અયોગ્ય કરાયા છે. પરંતુ તેનાથી નગરપાલિકામાં ભાજપને કોઈ નુકસાન નહિ થાય, કારણ કે ભાજપ પાસે હાલ પણ પૂરતી સંખ્યામાં કાઉન્સિલર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news