ગુજરાત વિધાનસભા ચૂંટણી : આખરે અમરાઈવાડી બેઠક પર ભાજપની જીત
અમદવાદ શહેરની અમરાઇવાડી વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. છેલ્લી ક્ષણ સુધી અમરાઈવાડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ રહ્યો હતો. મોટાભાગના રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ જ આગળ રહ્યા હતા, પરંતુ અંતિમ રાઉન્ડમાં આગળ નીકળી જઈને ભાજપના જગદીશ પટેલ પેટાચૂંટણી જીત્યા હતા.
Trending Photos
અમદાવાદ :અમદવાદ શહેરની અમરાઇવાડી વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. છેલ્લી ક્ષણ સુધી અમરાઈવાડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ રહ્યો હતો. મોટાભાગના રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ જ આગળ રહ્યા હતા, પરંતુ અંતિમ રાઉન્ડમાં આગળ નીકળી જઈને ભાજપના જગદીશ પટેલ પેટાચૂંટણી જીત્યા હતા.
ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા અમરાઈવાડી બેઠક ખાલી પડી હતી. અમદાવાદની આ બેઠક માટે બંને નેતાઓ મહેસાણા જિલ્લાના કડીના વતની છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી સંધના કાર્યકર જગદીશ પટેલને મેદાને ઉતાર્યા હતા, તો કોંગ્રેસે પાટીદાર નેતા ધર્મેન્દ્ર પટેલ પર દાવ લગાવ્યો હતો. શહેરી બેઠક હોવાથી સ્વાભાવીક રીતે ભારતીય જનતા પાર્ટીનુ પલડુ ભારે હોય પણ અહી સમીકરણ અલગ જોવા મળ છે. એટલા માટે કે બંને પાટીદાર નેતાઓઓ અન્ય જ્ઞાતીના મતદારો પર આધાર રાખવાનો રહે છે.
16 રાઉન્ડ સુધી ધર્મેન્દ્ર પટેલ આગળ હતા, ત્યારે 17 રાઉન્ડ બાદ જગદીશ પટેલ પહેલીવાર આગળ નીકળ્યા હતા. જોકે, ભાજપ માટે સલામત ગણાતી બેઠક હોવા છતા જગદીશ પટેલ બહુ જ ઓછી માર્જિનથી જીત મેળવી શક્યા છે. આ બેઠક પર ભલે પાટીદાર વર્સિસ પાટીદારની જંગ હતી, પરંતુ પેટાચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ બહુ જ મહત્વના બની ગયા હતા. લોકોએ સ્થાનિક મુદ્દાઓ અને સમસ્યાઓને ધ્યાનમાં રાખીને વોટિંગ કર્યું હતું. અમરાઈવાડી બેઠકની મતગણતરીમાં 5 EVMમાં ખામી સર્જાઈ હતી. જેને લઈને ચૂંટણી અધિકારીઓ પણ દોડતા થયા હતા.
બેઠકનું ગણિત
આ બેઠકની વાત કરીએ તો 1990થી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર સતત ભાજપ જ જીતતું હતું. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના હસમુખભાઇ સોમાભાઇ પટેલે 105694 મત મેળવ્યા હતા. તો કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ ચૌહાણે 55962 મત મેળવ્યા હતા. ભાજપે 49732 મતે વિજય મેળવ્યો હતો.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે