Ahmedabad: અમોલ શેઠે છ કંપનીઓ ખોલી કરોડોની ઉચાપત કરી, છેતરપિંડીની વધુ એક ફરિયાદ

અમોલ શેઠની ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટની ધરપકડ કરી હતી. આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા કોર્ટે આરોપીના પાંચ દિવસના એટલે કે 27મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. 

Ahmedabad: અમોલ શેઠે છ કંપનીઓ ખોલી કરોડોની ઉચાપત કરી, છેતરપિંડીની વધુ એક ફરિયાદ

મૌલિક ધામેચા/ અમદાવાદ: અનિલ સ્ટાર્ચ કંપની (Anil Starch Company,)ના ઓથા હેઠળ બીજી છ કંપનીઓ ખોલી અમોલ શેઠ અને તેના મળતીયાઓએ લોકોને ઉંચુ વળતર આપવાનું કહી કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાનું એક સૌથી મોટું કૌભાંડ (Scam)સામે આવ્યું છે. એક પછી એક ખુલાસાઓ થતાં એક પછી એક કેસમાં આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) ધરપકડ કરી રહી છે. ત્યારે 3.65 કરોડ રૂપિયાની મકાઇ ખરીદી પૈસા ન ચુકવવાના કેસમાં અમોલ શેઠની ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટની ધરપકડ કરી હતી. આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા કોર્ટે આરોપીના પાંચ દિવસના એટલે કે 27મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે અમોલ શેઠે અનિલ સ્ટાર્ચ વતી ₹ 3.65 કરોડ રૂપિયાની મકાઇ ખરીદી પૈસા નહીં ચુકવવા મામલે ક્રાઇમ બ્રાન્ચે અમોલ પાલભાઇ શેઠની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડના મુદ્દા અલગ અલગ કરતા કારણો રજૂ કર્યા હતા કે જે પૈસા નહીં ચુકવી ઠગાઇ આચરી છે તે મકાઇનો સ્ટોક ક્યાં છે?, આરોપીએ મકાઇનો સ્ટોક કોને વેચાણ આપ્યો?, આરોપી સામે જુદા જુદા 10 ગુના નોંધાયેલા છે તેથી તે તપાસમાં સહકાર આપતો નથી, આરોપીએ ક્યાં અને કેટલી મિલકતો ખરીદી? આરોપીના પાનકાર્ડ અને આધાર કાર્ડ મેળવી તેના કઇ કઇ બેંકમાં ખાતા છે અને તેમાં કેટલા રૂપિયા છે તથા ક્યાં ક્યાં વ્યવહાર કર્યા છે?, આરોપીની અનિલ સ્ટાર્ચ, અનિલ માઇન્સ અને મીનીરલ્સમાં માલનો સ્ટોક આવેલ છે તે સ્ટોકનું રજીસ્ટર ક્યાં છે?, આરોપીની બીજી કંપનીઓનો રેકોર્ડ મેળવવાનો છે, આરોપીએ ડીમેટ ખાતા ખોલાવ્યા છે કે નહીં?, આરોપીની જુદી જુદી છ કંપનીઓમાં કેટલા ભાગીદારો છે અને કોની કઇ ભૂમિકા હતી?

આરોપીએ ફરિયાદીને 13 ચેક આપ્યા હતા. તે ચેકો અધિકાર ધરાવતા વ્યક્તિઓની સહી છે પણ તે ચેકમાં કોની સહી છે તેની તપાસ જરૂરી છે, આરોપી બીજા ક્યા ગુનામાં સંડોવાયેલો છે, આરોપીએ ગુજરાત કે ગુજરાત બહાર સ્થાવર કે જંગમ મિલકત ખરીદી છે, આ ગુનાના મૂળ સુધી પહોંચવા અને બીજા આરોપીઓની સંડોવણી સહિતના મુદ્દાની તપાસના મુદ્દે રિમાન્ડની માંગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news