શું ખરેખર ગુજરાતમાં શ્રમિકોને સૌથી ઓછું લઘુતમ વેતન મળે છે? કોંગ્રેસના આ નેતા આકરા પાણીએ! ઉચ્ચારી ચીમકી
સમગ્ર રાજ્યમાં કામદારોને લઘુત્તમ વેતન ધારા અનુસાર વેતન ચૂકવવા માટે લઘુત્તમ વેતન ધારો અમલમાં છે, તેમ છતાં કામદારોને લઘુત્તમ વેતન નહિ ચૂકવી શોષણ કરવામાં આવી રહ્યું છે..
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: રાજ્યમાં લઘુત્તમ વેતન ધારો 1 એપ્રિલથી અમલમાં આવ્યો હોવા છતાં ફેકટરીના સંચાલકો દ્વારા કામદારોને લઘુત્તમ વેતન નહીં આપી શોષણ કરવામાં આવી રહ્યું છે. જે અંગે આજે આણંદ સરકીટ હાઉસ ખાતે યોજાયેલી ફરિયાદ અને સંકલન બેઠકમાં વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ રજુઆત કરી હતી.
સમગ્ર રાજ્યમાં કામદારોને લઘુત્તમ વેતન ધારા અનુસાર વેતન ચૂકવવા માટે લઘુત્તમ વેતન ધારો અમલમાં છે, તેમ છતાં કામદારોને લઘુત્તમ વેતન નહિ ચૂકવી શોષણ કરવામાં આવી રહ્યું છે, સરકીટ હાઉસના કર્મચારીઓ હોય કે પછી કલેકટર કચેરી, સરકારી કચેરીઓનાં વર્ગ 3 -4 નાં કર્મચારીઓ હોય, સહકારી સંસ્થાઓ, ખાનગી ફેકટરીઓનાં કામદારોને ઓછું વેતન આપી લઘુત્તમ વેતન ધારાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. જે અંગે ઉગ્ર રજુઆત કરી હતી.
અમિત ચાવડાએ કહ્યું હતું કે જે ફેકટરીના કામદારો કે સરકારી કે સહકારી સંસ્થાઓનાં કામદારોને નિયમ અનુસાર વેતન ચૂકવાતો નાં હોય તેઓએ આ અંગે સંપર્ક સાધવા અપીલ કરી હતી. તેમજ જો લઘુત્તમ વેતન ધારાનો અમલ નહીં કરી કામદારોનું શોષણ કરવામાં આવશે તો આગામી દિવસોમાં કૉંગ્રેસ આંદોલન કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે