અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો કાબુ બહાર, મચ્છરજન્ય રોગોની ભરડામાં આવ્યા શહેરીજનો
અમદાવાદમાં વરસાદી સીઝન વચ્ચે મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં સામે આવેલા આંકડા પ્રમાણે અનેક લોકો સીઝનલ બીમારીનો શિકાર બન્યા છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ એક તરફ ગુજરાતમાં ભાદરવો મહિનો પણ પૂર્ણ થવા આવ્યો છે પરંતુ ચોમાસાએ હજુ વિદાય લીધી નથી. સમયાંતરે પડી રહેલા વરસાદને કારણે શહેરમાં રોગચાળાના કેસ સતત વધી રહ્યાં છે. વરસાદને કારણે પાણી ભરાતું હોય છે, જેથી મચ્છરજન્ય રોગચાળાના કેસ સતત વધી રહ્યાં છે. મચ્છરોને કારણે ડેન્ગ્યુના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. એક તરફ વરસાદ અને બીજીતરફ શહેરીજનો રોગચાળાના ભરડામાં આવી ગયા છે.
શહેરીજનો મચ્છરજન્ય રોગચાળાના ભરડામાં
અમદાવાદમાં ચોમાસાની સીઝન વચ્ચે રોગચાળાના કેસો વધી રહ્યાં છે. સપ્ટેમ્બર મહિનામાં સાદા મેલેરિયાના 102, ઝેરી મેલેરિયાના 8, ડેન્ગ્યુના 494 અને ચિકનગુનિયાના 58 કેસો નોંધાયા છે. મચ્છરોના બ્રીડિંગને શોધવા માટે અમદાવાદ મહાનગર પાલિકાના હેલ્થ વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે છતાં શહેરમાં રોગચાળાની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી.
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકરે નહીં તે માટે કોર્પોરેશન દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં એક હજારથી વધુ સરકારી ઇમારતોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. પરંતુ શહેરમાં ગંદા પાણીને કારણે પાણીજન્ય રોગચાળો પણ કાબુ બહાર છે. શહેરમાં ઝાડા-ઉલ્ટી, કમળો, કોલેરા અને ટાઈફોઇડના કેસ પણ મોટી સંખ્યામાં સામે આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે