અમેરિકાના H-1B વિઝા મેળવવાના ચક્કરમાં આવી કંપનીઓમાં ન ફસાતા, નહિ તો પસ્તાવો થશે
America H-1B Visa : અમેરિકામાં આવી કંપનીઓ ઢગલાબંધ છે. જો તમે આવી કંપનીઓમા ભેરવાયા તો ગયા સમજો. H-1B એમ્પ્લોઈને ફરિયાદ નોંધાવે પછી તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે તો તેણે અમેરિકા છોડવું પડે એવું નથી
Trending Photos
Study Abroad In Canada: અમેરિકાના H-1B વિઝા મળતા હોય તો કોને ન ગમે. આ વિઝા માટે તો ગુજરાતીઓ તલપાપડ હોય છે. અમેરિકાના H-1B વિઝા મળે એટલે ગુજરાતીઓની લોટરી લાગી સમજો. અમેરિકામાં જઈને નોકરી કરવાનું દરેક ભારતીયનું ખ્વાબ હોય છે. આવામાં અનેક ભારતીયો H-1B વિઝા માટે ગમે તે કરવા તૈયાર થાય છે. પરંતુ જો તમને અમેરિકાની કેટલીક કંપનીઓમાંથી H-1B વિઝા ઓફર થાય તો પણ ન લેતા, નહિ તો બાદમાં પસ્તાશો. તેનુ કારણ અમે તમને જણાવીશું.
અમેરિકન કંપનીઓને પોતાના ત્યાં સ્કીલ્ડ વર્કર્સ ન મળે ત્યારે તેઓ H-1B વિઝા અપાવીને ચીન કે ભારતથી કર્મચારીઓને આમંત્રિત કરતી હોય છે. આ માટે તેઓ કર્મચારીઓને H-1B વિઝા ઓફર કરે છે. આજે પણ અસંખ્ય ભારતીયો આ રીતે અમેરિકામાં રહીને નોકરી કરે છે.જેઓ ટેકનોલોજી, એન્જિનિયરિંગ, હેલ્થકેર, ફાઈનાન્સ સેક્ટરમાં કામ કરી રહ્યાં છે. કંપનીઓ ભારતીયોને H-1B વિઝાની ઓફર આપીને કામ પર તો રાખે છે, પરંતુ શુ તમને ખબર છે કે, જો કર્મચારી કંપનીના નિયમોનું પાલન ન કરી તો કંપનીઓ તેમને પેનલ્ટી ફટકારે છે. H-1B ડિપેન્ડન્ટ બનતા પહેલા સો વાર વિચાર કરજો.
અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા નિયમિત સમયે H-1Bનું ઓડિટ કરવામાં આવે છે અને તેઓ વિઝા પ્રોગ્રામના નિયમોનું પાલન કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. પરંતુ સલાહ એ છે કે, H-1B વિઝા માટે ગમે તે અમેરિકન કંપનીમાં જોબ લેવાનું ટાળવું જોઈએ. કારણ કે, બાદમાં અસંખ્ય ભારતીયો પસ્તાય છે. ભારતમાં જાણી જોઈને લોન ન ભરનારાને ડિફોલ્ટર કહેવાય છે. તેવી રીતે અમેરિકામાં વિલફુલ વાયોલેટર પણ હોય છે. તેઓ H-1B વિઝા પ્રોગ્રામના બધા નિયમોનો ભંગ કરે છે જેના કારણે તેમને H-1B વિઝા પર વર્કર્સની ભરતી કરવા પર પ્રતિબંધ મુકી દેવાય છે.
અમેરિકામાં આવી કંપનીઓ ઢગલાબંધ છે. જો તમે આવી કંપનીઓમા ભેરવાયા તો ગયા સમજો. H-1B એમ્પ્લોઈને ફરિયાદ નોંધાવે પછી તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે તો તેણે અમેરિકા છોડવું પડે એવું નથી. કારણ કે, અમેરિકા છોડવાથી બચવાના અનેક લિગલ રસ્તાઓ હોય છે. તમે કાયદાકીય લડત લડી શકો છો. પરંતુ જો તમને પહેલેથી કંપનીની ડિફોલ્ટર પ્રોફાઈલ વિશે ખબર હોય તો આવી કંપનીઓના ચક્કરમાં ન ફસાતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે