લોકડાઉનની અસરથી શહેરના કચરાનું એકત્રીકરણ થયું અડધું, કારણ કે...
ગુજરાતમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી ગયેલો છે જેને કારણે ગુજરાતમાં 48 પોઝિટિસ કેસ સામે આવ્યાં છે. ગઈકાલે સાંજે રાજકોટમાં પોઝિટિસ કેસ સામે આવ્યાં હતાં. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા, અમદાવાદ : અમદાવાદમાં લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે. આ સંજોગોમાં શહેરમાં કચરાનું એકત્રીકરણ ઓછું થયું છે. હાલમાં સામાન્ય દિવસ કરતા અડધો કચરો ભેગો થઈ રહ્યો છે. હકીકતમાં લોકોનો વપરાશ ઓછો થતા પણ કચરાનું પ્રમાણ ઘટ્યુ છે.
આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડિરેક્ટર હર્ષદ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું છે કે ''સામાન્ય દિવસોમાં 4000થી 4200 ટન કચરો એકઠો થાય છે પણ
લોકડાઉનના કારણે 1200 ટન કચરો જ જનરેટ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં ડમ્પિંગ સાઇટ પર બાયો માઇનિંગ કામગીરીમાં પણ ફાયદો
થઈ રહ્યો છે. હકીકતમાં કચરો લેવા માટેની વ્યવસ્થાવાનના ચાલકો વતન જતા રહ્યા હોવાથી હવે સ્થાનિકકર્મીઓ પાસે કામ કરાવવામાં આવશે.''
ગુજરાતમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી ગયેલો છે જેને કારણે ગુજરાતમાં 48 પોઝિટિસ કેસ સામે આવ્યાં છે. ગઈકાલે સાંજે રાજકોટમાં પોઝિટિસ કેસ સામે આવ્યાં હતાં. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે. કોરોના વાયરસના અમદાવાદમાં 15, રાજકોટમાં 8, વડોદરામાં 9, સુરતમાં 7 અને ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર અને કચ્છમાં કોરોના વાયરસનો એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંકડો 48 થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે