ચૂંટણી નજીક આવતા રખડતાં ઢોર મુદ્દે AMCનો વધુ એક મહત્વનો નિર્ણય, જાણો કઈ ગાયોને છોડી મુકાશે?

જો બીજી વાર ગાયો પકડાશે તો નહીં છોડવામાં આવે. હજી કમિશ્નર તરફથી લીગલ અભિપ્રાય લઇ આગામી નિર્ણય કરાશે. કુલ ઢોર પકડાય તેમાંથી અંદાજિત 25 ટકા જેવી ગાયો સગર્ભા અથવા દૂધાળું હોય છે.

ચૂંટણી નજીક આવતા રખડતાં ઢોર મુદ્દે AMCનો વધુ એક મહત્વનો નિર્ણય, જાણો કઈ ગાયોને છોડી મુકાશે?

સપના શર્મા/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માલધારી સમાજને આકર્ષવા વધુ એક પ્રયાસ હાથ ધર્યો છે. માલધારી લોકો માટે મનપા તરફથી રાહતના સમાચાર મળી રહ્યા છે. સગર્ભા અને દુધાળી ગાયોને હવે માત્ર 5000 દંડ ભરી પશુ પાલકો તેમની ગાયો છોડાવી શકે તે માટે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી છે. ગાયની ઓળખાણ આપી ગાયો છોડાવી શકાશે.

જો બીજી વાર ગાયો પકડાશે તો નહીં છોડવામાં આવે. હજી કમિશ્નર તરફથી લીગલ અભિપ્રાય લઇ આગામી નિર્ણય કરાશે. કુલ ઢોર પકડાય તેમાંથી અંદાજિત 25 ટકા જેવી ગાયો સગર્ભા અથવા દૂધાળું હોય છે. અગાઉ મનપાએ દૈનિક 1000 દંડ વસુલ કરવાનો મનપાએ નિર્ણય લીધો હતો.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે કહ્યું હતું કે, દુધાળા પશુઓ શહેરમાં ખુલ્લેઆમ રખડતા હોય છે. ત્યારે આપણે ત્યાં રોગચાળાની અંદર દૂધાળા પશુઓને રાખવાથી તકલીફ પડતી હોય છે. ત્યારે મૂક પશુઓની વેદનાને ધ્યાને લઈને કોર્પોરેશને આ નિર્ણય કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news