AMC કમિશનર લોચન સેહરા અને ગુજરાતના IAS અજય ભાદુને મળી મોટી જવાબદારી
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરાની અમદાવાદ ISROના જોઈન્ટ સેક્રેટરી બનાવાયા છે, તો રાષ્ટ્રપતિના પૂર્વ સેક્રેટરી અને ગુજરાત કેડર IAS અજય ભાદુને ડેપ્યુટી ઈલેક્શન કમિશનર બનાવાયા છે.
Trending Photos
અમદાવાદ: ગુજરાતના વધુ એક IAS અધિકારીને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરાની અમદાવાદ ISROના જોઈન્ટ સેક્રેટરી બનાવાયા છે, તો રાષ્ટ્રપતિના પૂર્વ સેક્રેટરી અને ગુજરાત કેડર IAS અજય ભાદુને ડેપ્યુટી ઈલેક્શન કમિશનર બનાવાયા છે. ગુજરાતના 1999ની બેચના IAS અજય ભાદૂને કેન્દ્રીય ચૂંટણી પંચમાં ડેપ્યુટી ઈલેક્શન કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.
AMC કમિશનર લોચન સેહરાની ઈસરોમાં ચાર્જ
AMC કમિશનર લોચન સેહરા હવે કેન્દ્રના ડેપ્યુટેશન પર છે. AMC કમિશનર લોચન સેહરાની ઈસરોમાં ચાર્જ સોંપાયો છે. હવે અમદાવાદ ઈસરોના જોઈન્ટ સેક્રેટરી તરીકે લોચન સેહરા બન્યા છે.
ગુજરાત કેડર IAS અજય ભાદુને બનાવાયા ડેપ્યુટી ઈલેક્શન કમિશનર
Ajay Bhadoo appointed as Deputy Election Commissioner of Election Commission of India pic.twitter.com/Abhlb2DrPj
— ANI (@ANI) October 2, 2022
- ગુજરાત કેડર IAS અજય ભાદુ ગુજરાતના ઘણ મહત્વના હોદ્દા પર કામ કરી ચૂક્યા છે.
- 20 જુલાઈ 2019ના રોજ અજય ભાદુ (1999 બેચ)ને રાષ્ટ્રપતિના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- તેમનો કાર્યકાળ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યકાળ સાથે પૂરો થવાનો હતો.
- જોકે તેમને બે મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.
- અજય ભાદૂએ સુરત- જુનાગઢમાં સહાયક કલેક્ટર તરીકે તેમની સિવિલ સેવા કરિયરની શરુઆત કરી હતી.
- તેઓએ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાતના સીએમના સચિવ જેવા હોદ્દા પર કામ કર્યું છે.
- 19 વર્ષની કરિયરમાં તેમણે વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું છે.
- 2008 અને 2010માં તેમને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે બે વાર શ્રેષ્ઠ કલેક્ટરનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે