અંબાલાલ પટેલ V/s હવામાન વિભાગ : ગુજરાતમાં વરસાદનો ચોથો રાઉન્ડ ભારે રહેશે તેવી આગાહી

Gujarat Weather Forecast :  આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી...છોટા ઉદેપુર માટે આજનો દિવસ પણ ભારે....અત્યાર સુધીમાં પડ્યો સિઝનનો સરેરાશ 85 ટકા વરસાદ..
 

અંબાલાલ પટેલ V/s હવામાન વિભાગ : ગુજરાતમાં વરસાદનો ચોથો રાઉન્ડ ભારે રહેશે તેવી આગાહી

Gujarat Weather Forecast : રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી સમયમાં તથા આજે ગુજરાત રિજનમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આજે રાજ્યના લગભગ તમામ ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી શું કહે છે તેના પર એક નજર કરીએ.

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી કે, રાજ્યમાં 5 દિવસમાં 24 કલાકમાં ભારે વરસાદ રહેશે. આજથી ગુજરાતમાં છુટોછવાયો વરસાદ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે. તો આગામી 24 કલાકમાં છોટા ઉદેપુરમાં ભારે થી અત્યંત અતિભારે વરસાદ રહેશે. જેમાં ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ રહેશે. તો સુરત, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સોમનાથ, અમરેલી, ભાવનગર ભારે વરસાદ રહેશે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર, ખેડા, આણંદમાં ભારે વરસાદ રહેશે.

હવામાન વિભાગેના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત તરફ શિયર ઝોન હોવાથી વરસાદી માહોલ રહેશે. મોન્સૂન સિસ્ટમને લઈને વરસાદી માહોલ જોવા મળી શકે છે. ગતરોજ સુરત, વલસાડ, અને નવસારીમાં ભારે વરસાદ પડ્યો હતો. અત્યાર સુધી ગુજરાતમાં હાલ સુધી 85 ટકા ઉપર વરસાદ પડ્યો છે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આજથી ઓગષ્ટની શરૂઆત સુધીમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. જેમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નવસારી અને ભરૂચમાં વરસાદની સંભાવના છે. તારીખ 5 ઓગષ્ટ સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના છે. ગુજરાતના કોઈકોઈ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. 

અંબાલાલ પટેલની આગાહી મુજબ, હમણાં તારીખ 28થી ઓગષ્ટની શરૂઆત સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં વરસાદની સંભાવના છે. તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ સુધી વરસાદની સંભાવના છે. 1 ઓગસ્ટમાં બંગાળમાં ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના છે. જેના કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાં ભાગોમાં વરસાદની સંભાવના છે. આ સિસ્ટમનો માર્ગ મધ્યપ્રદેશના ભાગો તરફ જઈ શકે છે. 8 થી 9 ઓગસ્ટ સુધીમાં મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગો અને ભાગોમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે અને મોટા ફોરાનો ભારે વરસાદની શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news