અંબાજી અકસ્માત : ખડોલ ગામે મૃતદેહો પહોંચતા જ પરિવારોમાં આંક્રદના દ્રશ્યો જોવા મળ્યા

અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટના ભયજનક વળાંકમાં હનુમાન મંદિર પાસે લક્ઝરી પલટતાં 21 યાત્રિકોનાં મોત થયાં છે અને 55 જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. અંબાજીમાં માતાના દર્શન કરીને પરત ફરતી વેળાએ આ દુખદ ઘટના બની હતી. આ તમામ મુસાફરો આણંદ પાસેના વિવિધ ગામના હતા. ત્યારે મૃતકોને ગામમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. દાંતાથી મૃતદેહોને વતન તરફ રવાના કરાયા હતા. ત્યારે ધીરે ધીરે મૃતદેહો આવતા સ્વજનોના આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા છે. સ્થાનિક સાંસદ, ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો સાંત્વના આપવા મૃતકોના ઘરે પહોંચ્યા છે.

અંબાજી અકસ્માત : ખડોલ ગામે મૃતદેહો પહોંચતા જ પરિવારોમાં આંક્રદના દ્રશ્યો જોવા મળ્યા

લાલજી પાનસુરીયા/આણંદ :અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટના ભયજનક વળાંકમાં હનુમાન મંદિર પાસે લક્ઝરી પલટતાં 21 યાત્રિકોનાં મોત થયાં છે અને 55 જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. અંબાજીમાં માતાના દર્શન કરીને પરત ફરતી વેળાએ આ દુખદ ઘટના બની હતી. આ તમામ મુસાફરો આણંદ પાસેના વિવિધ ગામના હતા. ત્યારે મૃતકોને ગામમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. દાંતાથી મૃતદેહોને વતન તરફ રવાના કરાયા હતા. ત્યારે ધીરે ધીરે મૃતદેહો આવતા સ્વજનોના આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા છે. સ્થાનિક સાંસદ, ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો સાંત્વના આપવા મૃતકોના ઘરે પહોંચ્યા છે.

હાલ કેટલાક મૃતદેહો ખડોલ ગામે એમ્બ્યુલન્સ દ્વારા પહોંચાડવામાં આવ્યા છે. અલગ અલગ વિસ્તારમાં મૃતદેહોને તેમના ઘરે લઈ જવાયા હતા. ઉલ્લેખનીય છે કે, 21 મૃતકોમાં સૌથી વધુ ખડોલ ગામના 6 વ્યક્તિનો સમાવેશ થાય છે. જેને પગલે ખડોલ ગામમાં શોકનો માહોલ છે. ગામમાં ઠેરઠેર લોકોનો ટોળા એકઠા થયેલા જોવા મળ્યા. હાલમાં તમામ મૃતદેહો અલગ અલગ ઘરે દૂરના વિસ્તારમાં લઈ જવાયા છે. ઘરની વિધિ પૂર્ણ કર્યા બાદ પુનઃ ગામના ચોરે લવાશે અને તે બાદ અંતિમવિધિ કરવામાં આવશે. 

તમામ મુસાફરો આંકલાવ તાલુકાના હતા
ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામાનર મુસાફરો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખડોલ-હળદરી, કંથારિયા, સુંદણ, પામોલ અને કસુંબાડ ગામના રહીશો હતો. ગઈકાલ સાંજથી આ સમગ્ર ગામોમાં ગમગીની છવાઈ ગઈ છે. નવરાત્રિનો ઉત્સવ પણ તમામ ગામોમાં બંધ રાખવામાં આવ્યો હતો. તો બીજી તરફ, તમામ ગામોમાં મૃતકોના સ્વજનો ઉમટી પડ્યા છે.  

મુસાફરો બસમાં દટાઇ ગયા
સ્લીપર બસમાં 56ની ક્ષમતા સામે 76 મુસાફરો હતા. પલટી મારતાં બસની છત તૂટી જતાં લોકો ઉપરથી નીચે પટકાયા હતા. જેના કારણે માથા અને મોઢા ઉપર વાગતાં ઘટના સ્થળે જ 21 લોકોનાં મોત થઇ ગયા હતા. જ્યારે નીચે સીટો પર બેસેલા લોકોને નાની મોટી ઇજાઓ થઇ હતી. ઘટનાસ્થળે બસને ઊંચકવા બે જેસીબી પહેલા લાવવામાં આવી હતી. તેનાથી પણ કામ ન થતાં પોકલેન અને ક્રેન મંગાવી બસને ઊંચકી લોકોને બહાર કાઢ્યા હતા.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news