HCમાં અલ્પેશ ઠાકોરે સોગંદનામામાં કર્યો મોટો ધડાકો, કહ્યું-મેં કોંગ્રેસમાંથી રાજીનામુ નથી આપ્યું

અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસે કરેલી અરજી મામલામાં ખુદ અલ્પેશ ઠાકોરે મોટો ઘટસ્ફોટ કર્યો છે. અલ્પેશ ઠાકોરનું ગુજરાત હાઇકોર્ટમાં ચોંકાવનારું સોગંદનામું કર્યું છે. કોંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવા પાત્ર નહિ હોવાની અલ્પેશ ઠાકોરે કોર્ટમાં રજૂઆત કરી છે. 

HCમાં અલ્પેશ ઠાકોરે સોગંદનામામાં કર્યો મોટો ધડાકો, કહ્યું-મેં કોંગ્રેસમાંથી રાજીનામુ નથી આપ્યું

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસે કરેલી અરજી મામલામાં ખુદ અલ્પેશ ઠાકોરે મોટો ઘટસ્ફોટ કર્યો છે. અલ્પેશ ઠાકોરનું ગુજરાત હાઇકોર્ટમાં ચોંકાવનારું સોગંદનામું કર્યું છે. કોંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવા પાત્ર નહિ હોવાની અલ્પેશ ઠાકોરે કોર્ટમાં રજૂઆત કરી છે. અલ્પેશ ઠાકોરનો મોટો ધડાકો કરીને દાવો કર્યો છે કે, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું. તેના કહેવાતા કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ નથી થયો. સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલું રાજીનામું કાયદેસરનું રાજીનામુ ગણી શકાય નહિ અને તેના આધાર ઉપર તેની સામે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પણ થઈ શકે નહિ. 

કોંગ્રેસના દંડક અશવીન કોટવાલે કહ્યું કે, તેમણે તમામ પદો પરથી રાજીનામુ આપતો પત્ર અમિત ચાવડાને આપ્યો હતો. તેમનો પત્ર કાયદેસર છે. તેમણે પોતાના હસ્તાક્ષરથી પત્ર લખેલો છે, લેટરપેડ પર લખાયેલો છે. અમે તેમનું રાજીનામુ પ્રુફ સાથે રજૂ કર્યું છે. રાજીનામાના આધારે અમે જ કાર્યવાહી શરૂ કરી છે. જ્યા સુધી ધારાસભ્યના રાજીનામાની અરજી ન મળે ત્યાં સુધી અપીલ દાખલ કરી શકાતી નથી. જો રાજીનામુ નકલી હોય તો કોર્ટે પણ અમારી અપીલ ફગાવાઈ હોત. 

https://lh3.googleusercontent.com/-yjo4IvllD_Y/XRSCH0z5GxI/AAAAAAAAHvs/d5iuYipeVxYCggfuJnoImZuNWPxk3sOjQCK8BGAs/s0/56618730_862794647401040_3259514727486717952_n.jpg

પોતે જ સોશિયલ મીડિયા પર દર્શાવ્યું હતુ રાજીનામુ
રાજકારણમાં ઠાકોર સમાજનો નેતા અલ્પેશ ઠાકોર દિવસેને દિવસે રંગ બદલાતા કાચીંડાની જેમ નિવેદનો આપી રહ્યાં છે. અલ્પેશ ઠાકોરની લાંબા સમયથી કોંગ્રેસ સાથે નારાજગી રહી હતી, જેના બાદ તેમણે 6 એપ્રિલના રોજ કોંગ્રેસમાંથી છેડો ફાડવાની જાહેરાત કરી હતી. તેના બાદ 10 એપ્રિલના રોજ તેમણે કોંગ્રેસને રાજીનામુ મોકલ્યું હતું. પરંતુ ધારાસભ્ય પદે તેઓ યથાવત રહ્યા હતા. જેના બાદ તેમણે કોંગ્રેસને આપેલુ રાજીનામુ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પણ શેર કર્યું હતું, અને હવે પોતે જ તેને ફેરવી તોળી રહ્યાં છે. 

કોંગ્રેસે હાઈકોર્ટમાં કરી અરજી
રાજીનામા બાદ કોંગ્રેસે અલ્પેશ ઠાકોર સામે બાંયો ચઢાવી હતી. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોર અનેક વખત મીડિયા સાથે વાતચીત કરતા કહી ચુક્યા છે કે, તેમણે ભલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હોય, પણ તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપે તેમજ રાધનપુરના લોકોની સેવા કરતો રહેશે. ત્યારે કોંગ્રેસે આપેલી અરજી પર આજે કોર્ટમાં અંતિમ સુનવણી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news