અલ્પેશ ઠાકોરે લીધી ગાંધી આશ્રમની મુલાકાત, કોંગ્રેસના મોટા નેતાઓ સદભાવના ઉપવાસમાં જોડાશે

અલ્પેશ ઠાકોરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પત્ર લખ્યો છે અને બંને પત્રનો ઇરાદો એક જ છે. ગુજરાતમાંથી હિજરતા કરનાર મોટાભાગના પ્રવાસીઓ આ બે રાજ્યોમાંથી છે.

અલ્પેશ ઠાકોરે લીધી ગાંધી આશ્રમની મુલાકાત, કોંગ્રેસના મોટા નેતાઓ સદભાવના ઉપવાસમાં જોડાશે

અમદાવાદ: કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર પરપ્રાંતીય પર થઈ રહેલા હુમલાના વિરોધમાં આજથી સદભાવના ઉપવાસ પર બેસવાના છે. ત્યારે ઉપવાસ પર બેસતા પહેલા અલ્પેશ ઠાકોરે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં અલ્પેશ ઠાકોરે ગાંધીજીની પ્રતિમાને સુત્તરની આંટી પહેરાવીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ અલ્પેશ ઠાકોર સહીતના લોકોએ ગાંધી આશ્રામ ખાતે રામધુન બોલાવી હતી. તો જ્યાં અલ્પેશ ઠાકોર ઉપવાસ પર બેસવાના છે ત્યારે ઉપવાસ સ્થળે હિન્દીમાં બેનર લાગ્યા છે. 

જેમાં મેરા રાષ્ટ્ર હી મેરા ધર્મ હૈ.... ન ગુજરાતી હૈ ન બિહારી હૈ, હિન્દી હૈ હમ વતન હૈ હિન્દુસ્તાન હમારા જેવા અનેક સુત્રોના પોસ્ટર લગાવાયા છે. ત્યારે અલ્પેશ ઠાકોરના ઉપવાસને કોંગ્રેસ દ્વારા પણ ખુલ્લીને સમર્થન અપાયુ છે. અલ્પેશ ઠાકોરના ઉપવાસમાં કોંગ્રેસના મોટા નેતાઓ જોડાશે જેમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, જગદિશ ઠાકોર સહિતનાં પ્રદેશ નેતાઓ ઉપવાસ સ્થળે હાજરી આપશે. આ ઉપવાસ આંદોલનમાં પરપ્રાંતીયોને પણ આમંત્રણ અપાયું છે. સાથે જ ઉત્તરપ્રદેશ અને બિહારના CMને પણ આમંત્રિત કરાયા છે. 

તમને જણાવી દઇએ કે ગુજરાતમાંથી મોટાપાયે ઉત્તર ભારતીયોની હિજરત અને હિંસા ફેલાવવાનો આરોપ કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર અને તેમની ઠાકોર સેના પર લાગી રહ્યો છે. સાબરકાંઠામાં બાળકી સાથે બળાત્કારની ઘટના બાદ બિહાર અને યૂપીના લોકો પર હુમલાને લઇને કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા આપી હતી તેમાં ઠાકોર સેનાના કોઇપણ સભ્યનો હાથ નથી.  અલ્પેશ ઠાકોર ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા ગયા છે. જ્યાં ગાંધીજીને સુતરની આંટી પહેરાવી સદભાવના ઉપવાસની શરૂઆત કરશે. ગાંધી આશ્રમ ખાતે પરપ્રાંતિયો પણ ઉપસ્થિત છે. 

જોકે 28 સપ્ટેમ્બરના રોજ હિંમતનગરના ઢૂંઢેરમાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે બિહારના રહેવાસી રવિંદ્વ સાહૂ નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જે બાળકીનો બળાત્કાર થયો હતો, તે ઠાકોર સમુદાયની હતી. જેથી આ ઘટનાને લઇને ઠાકોર સમુદાયમાં ભારે નારાજગી છે. પરંતુ કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કર્યું હતું કે લોકો પર હુમલા કોઇએ ઘડેલા કાવતરાનું પરિણામ છે.
alpesh thakor will do sadbhawana anshan today

ગુજરાતમાં હિંદી ભાષી પ્રવાસીઓ પર હુમલાને લઇને ટીકાઓથી ઘેરાયેલા કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મંગળવારે (09 ઓક્ટોબર)ના રોજ બિહાર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો તથા દાવો કર્યો કે આ તેમનું સંગઠન આ હિંસામાં સામેલ નથી, જેના લીધે લોકો હિજરત કરી રહ્યા છે. ગુજરાતની સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ઠાકોર અને તેમના સંગઠન ગુજરાત ક્ષત્રિય-ઠાકોર સેનાને હિંસા માટે જવાબદાર ગણાવી રહી છે. આ હુમલાને મુદ્દે કેટલીક ફરિયાદોમાં પણ તેમના આ સંગઠનનું નામ છે. 

અલ્પેશ ઠાકોરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પત્ર લખ્યો છે અને બંને પત્રનો ઇરાદો એક જ છે. ગુજરાતમાંથી હિજરતા કરનાર મોટાભાગના પ્રવાસીઓ આ બે રાજ્યોમાંથી છે. કોંગ્રેસ ધારાસભ્યએ કહ્યું કે તે ફક્ત બળાત્કાર પીડિતા માટે ન્યાય માંગી રહ્યા છે પરંતુ કેટલાક લોકો તેને રાજકીય રંગ આપી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે ઉત્તર પ્રદેશના લોકો અફવાઓ પર આંખો બંધ કરી વિશ્વાસ કરી રહ્યા છે અને ગુજરાત છોડીને જઇ રહ્યા છે, તથા હુમલા સુનિશ્વિત કાવતરું છે.
alpesh thakor will do sadbhawana anshan today

રાહુલ ગાંધીએ આરોપોને ગણાવ્યા 'સંપૂર્ણપણે ખોટા'
વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહમદ પટેલે જોકે ઠાકોરને ક્લીનચિટ આપતા આરોપ લગાવ્યા કે ભાજપ સરકાર આ મુદ્દા પર રાજનીતિ કરી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ઉત્તર ભારતીય લોકો પર હુમલાને ‘સંપૂર્ણપણે ખોટા’ ગણાવ્યા હતા. ગાંધીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, ‘ગરીબીથી મોટી કોઇ ગભરાટ નથી. ગુજરાતમાં થઇ રહેલી હિંસાનું કારણ ત્યાંના બંધ પડેલા કારખાના અને બેરોજગારી છે. વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા બગડી રહી છે.’

તેમણે કહ્યું હતું કે, ‘પ્રવાસી શ્રમિકોને તેનું નિશાન બનાવું સંપૂર્ણ ખોટું છે. હું સંપૂર્ણ રીતે તેની સામે ઉભો રહીશ.’ રાજ્ય સરકારની જવાબદારી છે કે તે લોકોની સુરક્ષા કરે જે બીજા રાજ્યોમાંથી રોજગાર માટે ગુજરાત આવતા હોય છે. તેઓ હિંસાના કારણે ભાગી ગયેલા લોકોને રાજ્યમાં પરત ફરવાની અપીલ કરી હતી. જાડેજાએ કહ્યું હતું કે, પ્રવાસીઓની સુરક્ષા માટે ઔદ્યોગિક વિસ્તારોમાં વધારાની તાકાત ગોઠવવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news