અલ્પેશ ઠાકોરના હુંકારથી રાજકીય ગલિયારામાં ચર્ચા શરૂ, રાધનપુરને લઈને કહી મોટી વાત

2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા અંગે અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે હું 2022 માટે રાધનપુરથી જ ટિકિટ લાવવાનો છું. હું રાધનપુરથી જ ચૂંટણી લડીશ. પાટણમાં યોજાયેલા ઠાકોર સમાજાના સમૂહ લગ્નમાં અલ્પેશ ઠાકારે હુંકાર કર્યો. તેમણે કહ્યું રાધનપુર વિધાનસભાના મતદારોએ મને ખુબ પ્રેમ આપ્યો છે. હું તેમને નોંધારા નહીં છોડું. આ વિસ્તારનો છેલ્લા ત્રણ વર્ષથી વિકાસ અટકી ગયો છે. એટલે હું રાધનપુરથી જ ચૂંટણી લડવાનો છું અને મતદારો મને જીતાડવાના છે.
અલ્પેશ ઠાકોરના હુંકારથી રાજકીય ગલિયારામાં ચર્ચા શરૂ, રાધનપુરને લઈને કહી મોટી વાત

પ્રેમલ ત્રિવેદી/પાટણ :2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા અંગે અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે હું 2022 માટે રાધનપુરથી જ ટિકિટ લાવવાનો છું. હું રાધનપુરથી જ ચૂંટણી લડીશ. પાટણમાં યોજાયેલા ઠાકોર સમાજાના સમૂહ લગ્નમાં અલ્પેશ ઠાકારે હુંકાર કર્યો. તેમણે કહ્યું રાધનપુર વિધાનસભાના મતદારોએ મને ખુબ પ્રેમ આપ્યો છે. હું તેમને નોંધારા નહીં છોડું. આ વિસ્તારનો છેલ્લા ત્રણ વર્ષથી વિકાસ અટકી ગયો છે. એટલે હું રાધનપુરથી જ ચૂંટણી લડવાનો છું અને મતદારો મને જીતાડવાના છે.

આમ, વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની હજી બાકી છે ત્યાં ઉમેદવારો પોતાની દાવેદારીને લઈને નિવેદનો આપી રહ્યા છે. હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાધનપુરમાંથી અલ્પેશ ઠાકોરે 2022ની ચુંટણી લડવાનો હુંકાર કર્યો છે. તેમણે કહ્યું કે, હું રાધનપુર જ ચુંટણી લડીશ અને મેણું ભાગી ને જઈશ. અલ્પેશ ઠાકોરે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવીંગજી ઠાકોર પર સમાજ તોડવાના આરોપ લગાવ્યા છે. રાધનપુરમાં  2022ની ચૂંટણી પહેલા ઠાકોર વિરુદ્ધ ઠાકોર નેતાઓનો વિરોધ ખુલ્લીને સામે આવ્યો છે. રાધનપુરમાં ઠાકોર સમાજના સમૂહલગ્ન હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે ચૂંટણી અંગે નિવેદન આપ્યું.

રાધનપુર સમૂહ લગ્નમાં અલ્પેશ ઠાકોરના હુંકારથી રાજકીય ગરમાવો આવ્યો છે. આ સમૂહ લગ્નમા ઠાકોર સમાજના મોટી સંખ્યામા લોકો હાજર રહ્યા હતા. ત્યારે અલ્પેશ ઠાકોરે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય નિવેદન આપ્યુ હતું. 

વસંદ ભટોળની ભાજપમાં વાપસી
તો બીજી તરફ, બનાસકાંઠા દાંતાના પૂર્વ ધારાસભ્ય આજે ઘર વાપસી કરશે. દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આજે ભાજપમાં જોડાશે. કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં વસંત ભટોળ ઘરવાપસી કરશે. સીઆર પાટીલના હસ્તે ખેસ ધારણ કરીને વસંત ભટોળ આજે ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. વસંત ભટોળ ફરીથી ભાજપમાં જોડાતા તેમના સમર્થકોમાં ભારે ખુશી જોવા મળી છે. મહત્વનું છે કે, 2009થી 2012 સુધી વસંત ભટોળ ભાજપના દાંતામાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. વસંટ ભટોળ 2009ની પેટાચૂંટણીમાં જીતીને ધારાસભ્ય બન્યા હતા. 2019માં તેમના પિતાને કોંગ્રેસ બનાસકાંઠા લોકસભાની ટિકિટ આપી હતી. જેના કારણે વસંત ભટોળે ભાજપમાંથી છેડો ફાડ્યો હતો. ત્યારે આજે વસંત ભટોળ ફરીથી કેસરિયો ધારણ કરશે.

ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા મહાઆંદોલનના મંડાણ થયા છે. ગાંધીનગરમાં આજે એકસાથે 72 સંગઠનોએ એકઠાં થઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કર્યું છે. આરોગ્ય, શિક્ષણ, પંચાયત અને ન્યાય વિભાગ સહિત રાજ્ય સરકારના 72 વિભાગના કર્મચારીઓ ભેગા થયા છે. આંદોલન કરી રહેલા કર્મચારી મંડળોની મુખ્ય પાંચ માંગણીઓ છે, જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, સાતમા પગાર પંચના લાભો જલદી આપવામાં આવે, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવામાં આવે તેમજ અન્ય કેડરની સર્વિસ સળંગ કરીને અન્ય કેડરને પણ ઉચ્ચતર પગારધોરણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રાજ્ય સરકારને કરેલી રજૂઆતોનો નિકાલ ન આવતા આજે હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓએ 2 વાગ્યા સુધી સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરી રહ્યા છે.

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news