કમલેશ તિવારી હત્યાકાંડ: ત્રણેય આરોપીઓએ ગુનો કબુલ્યો- ગુજરાત ATS
Trending Photos
અમદાવાદ: કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case) બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. જો કે પોલીસે 24 કલાકમાં કેસનો ખુલાસો કર્યો છે. યુપીના ડીજીપી ઓમ પ્રકાશ સિંહ (OP Singh)એ આજે લખનઉમાં આ કેસ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરસન્સ ગોમતીનગર વિસ્તારના સિગ્નેચર બિલ્ડિંગ ખાતેના પોલીસ હેડક્વાર્ટરમાં કરાઈ. તેમણે કહ્યું કે કમલેશ તિવારી દ્વારા વર્ષ 2015માં અપાયેલા ભડકાઉ ભાષણના કારણે તેમની હત્યા થઈ. આ બાજુ ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોર્ડ (ATS)ના ડીઆઈજી હિમાંશુ શુકલાએ પણ જણાવ્યું છે કે પકડાયેલા ત્રણેય વ્યક્તિઓએ ગુનો કબુલી લીધો છે. ખાસ પ્રકારનો પોષાક ધારણ કરીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
Himanshu Shukla, DIG Gujarat Anti-Terrorism Squad (ATS) on #KamleshTiwariMurder: All three that were detained have confessed to the crime. pic.twitter.com/5yw3S9UqIV
— ANI (@ANI) October 19, 2019
યુપી પોલીસના જણાવ્યાં મુજબ આ હત્યાનું કાવતરું સુરતમાં ઘડાયું. હત્યામાં સામેલ શંકાસ્પદોની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે હત્યાના કાવતરાનું મુખ્ય કારણ કમલેશ તિવારીએ 2015માં આપેલું ભડકાઉ ભાષણ હતું. ડીજીપીએ કહ્યું કે સુરતમાં ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓની આકરી પૂછપરછ ચાલુ છે. કાવતરું રચવાના આરોપમાં મુફ્તિ નઈમ કાઝમી અને મૌલાના અનવારુલ હકને પણ અટકાયતમાં લેવાયા છે.
રશિદ પઠાણ માસ્ટરમાઈન્ડ
યુપીના ડીજીપીએ જણાવ્યું હતું કે એસએસપી લખનઉ અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજની ખુબ ઝીણવટભરી તપાસ કરી. ગુજરાત પોલીસ અને યુપી પોલીસનો પરસ્પર તાલમેળ ખુબ મજબુત રહ્યો. સુરતથી જે ત્રણ લોકોને દબોચાયા તેમની સઘન પૂછપરછ ચાલુ છે. ત્રણેય શંકાસ્પદોનીમાંથી એક મૌલાના મોહસિન શેખ સલીમ (24) સાડીઓની દુકાનમાં કામ કરે છે. જ્યારે બીજો ફૈઝલ (30) જિલાની એપાર્ટમેન્ટ સુરતનો રહીશ છે. ત્રીજી જે વ્યક્તિને પકડી છે તે રશીદ અહેમદ ખુર્શીદ અહેમદ પઠાણ (23) છે. તે દુબઈ રિટર્ન છે અને સુરતમાં દરજીનું કામ કરે છે અને કોમ્પ્યુટરનું પણ તેને સારું નોલેજ છે. તે પોતે પણ સુરતનો જ રહીશ છે. આ ત્રણેય આરોપીઓએ હવે પોતાનો ગુનો કબુલ કરી લીધો છે. જો કે અન્ય સીસીટીવી ફૂટેજમાં જે ભગવા કપડાં પહેરીને હત્યાને અંજામ આપીને બહાર નીકળતા જોવા મળ્યાં છે તેઓ હજુ પણ પકડાયા નથી. આ ત્રણેય ઉપરાંત વધુ બે વ્યક્તિઓની અટકાયત કરાઈ હતી પરંતુ તેમને પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવ્યાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે