હાઇકમાન્ડનો આદેશ: ગુજરાતનાં તમામ દિગ્ગજ નેતાઓ CAA જાગૃતી માટે સભાઓ ગજવશે

 નાગરિકતા સંશોધન કાયદાને લઇને ભાજપની રણનીતિ પ્રમાણે મંગળવારે દરેક જિલ્લા મથકો પર નાગરિક સમિતિઓ દ્રારા રેલી યોજાશે. નાગરીકતા સંશોધન કાયદા સામે થયેલા વિરોધ બાદ તમામ રાજ્યોમાં ભાજપે જનજાગૃતિ લાવવા કવાયત શરુ કરી છે. જે અંતર્ગત નાગરિક સમિતિઓના માધ્યમથી દરેક જિલ્લા મથકો પર રેલીનું આયોજન થયું છે. 

હાઇકમાન્ડનો આદેશ: ગુજરાતનાં તમામ દિગ્ગજ નેતાઓ CAA જાગૃતી માટે સભાઓ ગજવશે

બ્રિજેશ દોશી/અમદાવાદ : નાગરિકતા સંશોધન કાયદાને લઇને ભાજપની રણનીતિ પ્રમાણે મંગળવારે દરેક જિલ્લા મથકો પર નાગરિક સમિતિઓ દ્રારા રેલી યોજાશે. નાગરીકતા સંશોધન કાયદા સામે થયેલા વિરોધ બાદ તમામ રાજ્યોમાં ભાજપે જનજાગૃતિ લાવવા કવાયત શરુ કરી છે. જે અંતર્ગત નાગરિક સમિતિઓના માધ્યમથી દરેક જિલ્લા મથકો પર રેલીનું આયોજન થયું છે. 

જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરીકો, નિવૃત અધિકારીઓ, રાજકીય આગેવાનો જોડાશે અને આ કાયદાની હકારાત્મક પાસાઓને લઇને રજૂઆત કરશે. નાગરિકતા સંશોધન કાયદો નાગરિકોના હિતમાં હોવાની વાત કરાશે. નાગરિકતા સંશોધન કાયદાથી ભારતના કોઇપણ નાગરિકને કોઇ જ અસર નહિ થાય. કેન્દ્રની મોદી સરકારનો આ કાયદો પડોશી દેશોમાંથી આવેલા શરણાર્થીઓ પર લાગુ થશે. ભારતના નાગરિકો પર નહિ.

આ કાયદાને લઇને જે પણ ગેરસમજો ફેલાવવામાં આવી છે. તે દૂર થાય તે માટે આ જનજાગૃતિ અભિયાન જરુરી હોવાનો દાવો ભાજપ પ્રમુખ જીતુ વાધાણીએ કર્યો હતો. તમામ જિલ્લા મથકો પર યોજાનારી રેલીઓમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સરકારના મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ મળીને કુલ 62 થી વધુ આગેવાનો હાજર રહેશે. આ રેલીઓના માધ્યમથી ભાજપ CAA ના સમર્થનમાં માહોલ બનાવીને લોકોને સાચી વાત પહોંચાડવાનો પ્રયાસ કરશે. 

ક્રમ

ભાજપના નેતા

શહેર

1.

મુખ્યમંત્રી વિજય રૂપાણી

અમદાવાદ

2.

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદ

3.

આઇ કે જાડેજા

અમદાવાદ

4.

ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી

વડોદરા

5.

મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ

વડોદરા

6.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

મહેસાણા

7.

પ્રવક્તા ભરત પંડ્યા

મહેસાણા

8.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

ખેડા

9.

મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા

ગાંધીનગર

10.

વનમંત્રી ગણપતસિંહ વસાવા

સુરત

11.

મહામંત્રી ભરતસિંહ પરમાર

સુરત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news