GST Collection: 2021 કરતાં ડિસેમ્બરમાં 15 ટકા આવકમાં વધારો, થઈ રહી છે ઘૂમ કમાણી
Finance Ministry: આ સાથે જ સળંગ દસમા મહિને જીએસટી કલેકશન ૧.૪૦ લાખ કરોડ રૃપિયાથી વધારે રહ્યું છે. નવેમ્બર, ૨૦૨૨માં જીએસટી કલેક્શન ૧.૪૬ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ડિસેમ્બર, ૨૦૨૨માં જીએસટીની આવક ૧,૪૯,૫૦૭ કરોડ રૃપિયા થઇ છે.
Trending Photos
GST Revenue collected: તમારા પગાર વધે કે ના વધે... તમને મોંઘવારી નડે કા નડે... તમારા રસોડાના બજેટ કે પેટ્રોલ અને ડિઝલના બજેટ ભલે ખોરવાય પણ અમારા ના ખોરવવા જોઈએ. તમારે તો માત્ર ઘર ચલાવવાનું છે અને અમારે દેશ.... મોદી સરકારના આ એજન્ડાને પગલે ડિસેમ્બર ૨૦૨૨માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન ૧૫ ટકા વધીને ૧.૪૯ લાખ કરોડ રૃપિયાથી વધુ રહ્યું છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ દર્શાવે છે કે મેન્યુફેકચરિંગ પ્રવૃત્તિઓ અને ગ્રાહકોની માગમાં સુધારો થઇ રહ્યો છે.
આ સાથે જ સળંગ દસમા મહિને જીએસટી કલેકશન ૧.૪૦ લાખ કરોડ રૃપિયાથી વધારે રહ્યું છે. નવેમ્બર, ૨૦૨૨માં જીએસટી કલેક્શન ૧.૪૬ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ડિસેમ્બર, ૨૦૨૨માં જીએસટીની આવક ૧,૪૯,૫૦૭ કરોડ રૃપિયા થઇ છે. જેમાં સીજીએસટી ૨૬,૭૧૧ કરોડ રૃપિયા, એસજીએસટી ૩૩,૩૫૭ કરોડ રૃપિયા, આઇજીએસટી ૭૮,૪૩૪ કરોડ રૃપિયા અને સેસ ૧૧,૦૦૫ કરોડ રૃપિયા રહ્યું છે.ડિસેમ્બર, ૨૦૨૨માં જીએસટી કલેક્શન ડિસેમ્બર, ૨૦૨૧ કરતા ૧૫ ટકા વધારે રહ્યું છે. ડિસેમ્બર, ૨૦૨૧માં જીએસટી કલેકશન ૧.૩૦ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું.
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: સોફીને જોશો તો ઉર્ફીને ભૂલ જશો, આ કામથી કમાઇ છે દર કલાકે 50 હજાર રૂપિયા
આ પણ વાંચો: મોડલ જેવી દેખાય છે ડેરી ચલાવનાર આ ખેડૂત, સુંદરતા જોઇ લોકો કરી દે છે આ ડિમાન્ડ
નવેમ્બર, ૨૦૨૨માં ૭.૯ કરોડ ઇ વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતાં. જે ઓક્ટોબર, ૨૦૨૨ કરતા વધારે છે. ઓક્ટોબર, ૨૦૨૨માં ૭.૬ કરોડ ઇ વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતાં. ડિસેમ્બર, ૨૦૨૨માં વસ્તુઓની આયાતમાંથી થતી આવક ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૮ ટકા વધારે રહી છે જ્યારે ડોમેસ્ટિક ટ્રાન્ઝેકશનમાંથી થતી આવક ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૧૮ ટકા વધારે રહી છે.
એપ્રિલ, ૨૦૨૨માં જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ ૧.૬૮ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું. જીએસટી કલેક્શન મેમાં ૧.૪૧ લાખ કરોડ, જૂનાં ૧.૪૫ લાખ કરોડ, જુલાઇમાં ૧.૪૯ લાખ કરોડ, ઓગસ્ટમાં ૧.૪૪ લાખ કરોડ, સપ્ટેમ્બરમાં ૧.૪૮ લાખ કરોડ, ઓક્ટોબરમાં ૧.૫૨ લાખ કરોડ, નવેમ્બરમાં ૧.૪૬ લાખ કરોડ અને ડિસેમ્બરમાં ૧.૪૯ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. આમ કોરોનાકાળ બાદ સરકારની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: આ મોડલ છે કે ઢીંગલી, મહિને કમાઇ છે 1 કરોડથી વધુ, કરે છે આ કામ
આ પણ વાંચો: Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ
આ પણ વાંચો: PMVVY:નવા વર્ષે સરકાર આપી રહી છે 72 હજાર રૂપિયા, જાણો શું છે અરજી કરવાની રીત?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે