કોરોના સંક્રમણના વધતા અમદાવાદનું વધુ એક જાણીતું મંદિર બંધ, 31 જાન્યુઆરી બાદ આખરી નિર્ણય લેવાશે
કોરોના વાયરસની મહામારીના કારણે અમદાવાદમાં અગાઉ લોકડાઉન બાદ કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. જે 248 દિવસ પછી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતુ.
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ: રાજ્યમાં વધુ એક મંદિર કોરોના સંક્રમણના કારણે બંધ કરવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. દ્વારકા, ડાકોર, બહુચરાજી, શામળાજી અને બાદ હવે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના કેસમાં સતત વધારો થવાના કારણે અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર બંધ કરાયું છે. એકદમથી કેસમાં ઉછાળો આવતા આજથી મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ કરાયા છે. 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય લેવાયો છે. 31 જાન્યુઆરી બાદ કેસની સ્થિતિ જોઈને ટ્રસ્ટી મંદિર ખોલવા અંગે આગામી નિર્ણય લેશે.
કોરોના વાયરસની મહામારીના કારણે અમદાવાદમાં અગાઉ લોકડાઉન બાદ કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. જે 248 દિવસ પછી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતુ. ભક્તોની વારંવાર રજૂઆત બાદ આર્મી કેન્ટોન્મેન્ટ અને ટ્રસ્ટીએ મંજૂરી આપતા કેમ્પ હનુમાનનું મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું હતુ. હવે ફરી કેમ્પ હનુમાન મંદિર બંધ કરાતા શ્રદ્ધાળુઓમાં નિરાશા જોવા મળી રહી છે.
સોખડા મંદિર ફરી વિવાદમાં; સત્સંગી મહિલાઓ દ્વારા ગંભીર આક્ષેપો કરતો વીડિયો વાયરલ
નોંધનીય છે કે શાહીબાગ વિસ્તારમાં આવેલુ કેમ્પ હનુમાનનું મંદિર ભક્તોની આસ્થાનું મોટુ કેન્દ્ર છે. અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જતા હોય છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે અને સૌથી વધુ કેસ અમદાવાદમા છે, ત્યારે આ મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ હંમેશા રહેતી હોય છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 31 જાન્યુઆરી સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે