અમદાવાદમાં આજે T20 સીરીઝની ફાઇનલ, આ 2 ખેલાડીઓ થઇ શકે છે બહાર
Trending Photos
અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ મેચોની T20 સીરીઝની અંતિમ અને નિર્ણાયક મુકાબલો આજે એટલે કે શનિવારે સાંજે 7 વાગે અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટી20 સીરીઝમાં હાલ બંને ટીમો 2-2ની બરાબરી પર છે.
અંતિમ T20 મુકાબલામાં જે જીતશે સીરીઝ પર તેનો જ કબજો હશે. આ મહત્વપૂર્ણ મુકાબલામાં ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાંથી બે ખેલાડીઓને પડતા મુકવામાં આવી શકે છે. આવો એક નજર કરીએ તે 2 ખેલાડીઓ પર જે આજની નિર્ણાયક મુકાબલામાં બહાર બેસી શકે છે.
1. વોશિંગટન સુંદર
ઇંગ્લેન્ડ (England) વિરૂદ્ધ નિર્ણાયક મુકાબલામાં વોશિંગટન સુંદરને બહાર બેસીને રાહુલ તેવતિયાને તક આપવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટી-20 મેચમાં વોશિંગટન સુંદરે 4 ઓવરમાં 52 રન લીધા હતા. આ ઉપરાંત તેમને એક પણ વિકેટ મળી ન હતી. પાંચમી અને અંતિમ ટી-20 મેચમાં વોશિંગટન સુંદરની જગ્યાએ રાહુલ તેવતિયા સારા સાબિત થઇ શકે છે, જે બેટીંગ અને બોલિંગ બંને વડે જીતાડવામાં માહિર છે. રાહુલ તેવતિયા ગત વર્ષે આઇપીએલમાં આમ કરી ચૂક્યા છે.
2. કેએલ રાહુલ
ઇગ્લેન્ડ (England) વિરૂદ્ધ નિર્ણાયક મુકાબલામાં કેએલ રાહુલની પ્લેઇંગ ઇલેવનમાંથી છુટ્ટી મળી શકે છે. કેએલ રાહુલના બેટ વડે ગત પાંચી ટી-20 ઇનિંગમાં ફક્ત 15 રન બનાવ્યા છે, જ્યારે ત્રણ વાર તે ખાતુ ખોલ્યા વિના આઉટ થઇ ગયા. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ હાલ ટી-20 સીરીઝમાં કેએલ રાહુલે 1,0,0 નો સ્કોર બનાવ્યો છે. એવામાં કેએલ રાહુલના બદલે શિખર ધવનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. શિખર ધવન ઓપનિંગમાં રોહિત શર્મા સાથે હંમેશા હિટ સાબિત થયા છે.
ટીમ ઇન્ડીયા પાસે આ મોટો બનાવવાની તક
તમને જણાવી દઇએ કે જો ઇંગ્લેન્ડ (England) વિરૂદ્ધ આ ટી-20 સીરીજને જીતી લે છે, તો તે સતત છઠ્ઠીવાર ટી-20 ઇન્ટરનેશનલ સીરીઝ પર કબજો કરી લેશે. બાંગ્લાદેશ વિરૂદ્ધ વર્ષ 2019માં રમાયેલી ટી-20 ઇન્ટરનેશનલ સીરીઝને લઇને અત્યાર સુધી ટીમ ઇન્ડીયા (Team India) સતત 5 સીરીઝ જીતી ચૂકી છે.
બાંગ્લાદેશ વિરૂદ્ધ શરૂ થયો વિજય રથ
ભારત સતત ટી-20 સીરીઝ જીતનો સિલસિલો વર્ષ 2019માં બાંગ્લાદેશના વિરૂદ્ધ ટી-20 સીરીઝથી થયો હતો. આ દરમિયાન ભારતીય ટીમે બાંગ્લાદેશ (2019), વેસ્ટઇંડીઝ (2019), શ્રીલંકા (2020), ન્યૂઝીલેંડ (2020), ઓસ્ટ્રેલિયા (2020) વિરૂદ્ધ જીત પ્રાપ્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે