Radhanpur Gujarat Chutani Result 2022: રાધનપુર બેઠક પર ભાજપના લવીંગજી ઠાકોરની જીત

Radhanpur Chunav Result 2022: રાધનપુર વિધાનસભા બેઠક પાટણ જિલ્લાનો ભાગ છે.  આ બેઠક પર અંદાજિત 1,56,609 પુરૂષ મતદારો છે. જ્યારે 1,46,113 મહિલા મતદારો છે. કુલ 3,02,728 મતદારો છે. 

Radhanpur Gujarat Chutani Result 2022: રાધનપુર બેઠક પર ભાજપના લવીંગજી ઠાકોરની જીત

Radhanpur Gujarat Chunav Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. ત્યારે કેટલાક પરિણામો જાહેર થઇ ગયા છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકના ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. અનેક મહારથીઓની જીત-હાર જનતાનો જનાદાર નક્કી કરશે. ત્યારે રાધનપુરની સીટના પરિણામ જાહેર થઇ ગયા છે. રાધનપુર સીટ પરથી ભાજપના લવિંગજી ઠાકોરનો વિજય થયો છે. ભાજપે રાધનપુર સીટ પર કબજો જમાવી લીધો છે. 
પાટણ 
બેઠક-16 રાધનપુર 
પક્ષ- ભાજપ
ઉમેદવાર - લવીંગજી
રાઉન્ડ - 15
મતથી આગળ - 9907

Radhanpur Gujarat Chunav Result 2022: રાધનપુર વિધાનસભા બેઠક (પાટણ)
રાધનપુર બેઠકની જનતા ક્યારેય પક્ષપલટુ નેતાઓને સ્વીકાર્તી નથી. વર્ષ 1998થી 2017 સુધીની તમામ ચૂંટણીઓમાં રાધનપુરની જનતાએ પક્ષપલટુઓને નેતાઓને નથી સ્વીકાર્યા. જેમાં લવિંગજી ઠાકોર, ભાવસિંહ રાઠોડ અને અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ થાય છે.

2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે લવિંગજી ઠાકોરને ટિકિટ આપી છે. જ્યારે કૉંગ્રેસે રઘુ દેસાઈને રિપીટ કર્યા છે. તો આમ આદમી પાર્ટીએ લાલજી ઠાકોરને ટિકિટ આપી છે. 

2017ની ચૂંટણી
રાધનપુર બેઠકના ઈતિહાસની વાત કરીએ તો 2017માં કૉંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને 85,777 મત મળ્યા હતા. જ્યારે ભાજપથી લવિંગજી ઠાકોરને 70,920 મત મળ્યા હતા. અલ્પેશ ઠાકોર 2017માં 14,857 મતથી હાર્યા હતા.
2019ની પેટા ચૂંટણી 

9 એપ્રિલ 2019ના રોજ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે પછી જુલાઈ મહિનામાં ભાજપમાં જોડાયા, અને ઓક્ટોબર 2019માં રાધનપુર બેઠક પરથી તેઓનો 3500 મતોથી પરાજય થયો અને રઘુ દેસાઈ ધારાસભ્ય બન્યા. 

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નાગરજી ઠાકોરને 69,493 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ભાવસિંહજી રાઠોડને 65,659 મત મળ્યા હતા. ભાવસિંહજી રાઠોડ 3,834 મતથી હાર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news