AMCએ સમયસર ઘાટલોડિયાની પાણીની ટાંકી ઉતારી લીધી હોય તો આ દુર્ઘટના બની ન હોત

અમદાવાદ (Ahmedabad) ના ઘાટલોડિયા વિસ્તારમા આજે વહેલી સવારે જર્જિરિત પાણાની ટાંકી (water tank) ધરાશાયી થઈ છે. ત્યારે આ ઘટનામાં amcનો ઘોર બેદરકારી સામે આવી છે. તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ AMCએ સરવે કર્યો હતો. જેમાં આ જર્જરિત ટાંકી પણ ઉતારી લેવાની હતી. પરંતુ ટાંકી ઉતારાય તે પહેલા જ આ ઘટના બની હતી.

AMCએ સમયસર ઘાટલોડિયાની પાણીની ટાંકી ઉતારી લીધી હોય તો આ દુર્ઘટના બની ન હોત

આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ના ઘાટલોડિયા વિસ્તારમા આજે વહેલી સવારે જર્જિરિત પાણાની ટાંકી (water tank) ધરાશાયી થઈ છે. ત્યારે આ ઘટનામાં amcનો ઘોર બેદરકારી સામે આવી છે. તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ AMCએ સરવે કર્યો હતો. જેમાં આ જર્જરિત ટાંકી પણ ઉતારી લેવાની હતી. પરંતુ ટાંકી ઉતારાય તે પહેલા જ આ ઘટના બની હતી.

તાજેતરમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થયાની ઘટના બની હતી. તેના બાદ સરવે કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદમાં 47 જર્જરિત ટાંકી હોવાનું amcના સરવેમાં સામે આવ્યું હતું. જર્જરિત એવી અમદાવાદના નવા પશ્ચિમ ઝોનથી 24 ટાંકી ઉતારી લેવાઈ હતી. amc એ ઘાટલોડિયાની ટાંકીનો સર્વે કરી નોટિસ આપી હતી. પરંતુ હજુ સુધી ટાંકી ઉતારવાની કામગીરી કરવામાં આવી ન હતી. આ ટાંકી અઠવાડિયામાં જ ઉતારી લેવાની હતી, પરંતુ તે પહેલા જ આ ઘટના બની ગઈ છે. 

ઘાટલોડિયાની જર્જરિત જે ટાંકી ધરાશાયી થઈ તેનો સરવે કરવામાં આવ્યો હતો. જેમાં આ ટાંકી 25 થી 30 વર્ષ જૂની હોવાનું સામે આવ્યું હતું. તેની પાણીની ક્ષમતા 2 લાખ લીટર પાણી હતું. જેનાથી ઘાટલોડિયા વિસ્તારના 10 હજાર ઘરોમાં પાણી પહોંચતું હતું. ત્યારે એકાએક પાણીની ટાંકી તૂટી પડતા 10 હજાર પરિવોરમાં પાણીની સમસ્યા ઉભી થશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news