અમદાવાદ: પત્નીને બટાકાના શાક બાબતે ઠપકો આપતા પતિની ધોકા વડે ધોલાઇ
Trending Photos
અમદાવાદ : શહેરમાં પતિ પત્ની વચ્ચે ઝગડામાં અજીબોગરીબ ઘટના બની હતી. વાસણામાં રહેતા ડાયાબિટીસના દર્દીએ બટાકાનું શાક ખાવાની ના પાડતા બંન્ને વચ્ચે માથાકુટ થઇ હતી. જેથી ઉશ્કેરાયેલી પત્નીએ પોતાનાં પતિને કપડા ધોવાનાં ધોકાથી ઢોર માર માર્યો હતો. તેઓને ખભા પર ફ્રેક્ચર થઇ ગયું હતું. વાસણા પોલીસે પત્ની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના વાસણા વિસ્તારમાં રહેતા હર્ષદભાઇ ગોહિલે ફરિયાદ નોંધાવી છે કે, તેમને ડાયાબિટીસની બિમારી છે. ડોક્ટર્સ દ્વારા ભાત અને બટાકા જેવી વસ્તુઓ ખાવાની મનાઇ કરેલી છે. જો કે પત્ની વારંવાર આવી વસ્તું બનાવતા તેમણે ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલી પત્નીએ પહેલા અપશબ્દો કહ્યા હતા અને ત્યાર બાદ ધોકા વડે માર માર્યો હતો.
બાથરૂમમાં રહેલા ધોડા વડે પતિને માર મારતા હર્ષદ ભાઇએ બુમો પાડી હતી. પરિવાર તથા અન્ય સભ્યો પણ દોડી આવ્યા હતા. બંન્નેને અલગ કરીને સારવાર માટે વી.એસ હોસ્પિટલ ખેડ્યા હતા. હાલ હર્ષદભાઇ દ્વારા પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરાવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે