અમદાવાદના ફૂટપાથ પર બેસેલા મોચીએ બિપીન રાવતને આપેલી શ્રદ્ધાંજલિ લોકોના દિલને સ્પર્શી ગઈ, થયા વખાણ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ભારતના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવત (Bipin Rawat), તેમના પત્ની સહિત 13 જવાનો બુધવારે તમિલનાડુના કુન્નુરમાં વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. જ્યારે તેમના હેલિકોપ્ટર દુર્ઘટનાના ખબર આવ્યા, ત્યારથી જ ચારે તરફથી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામા આવી રહી છે. પરંતુ અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનની બહાર એક ફૂટપાથ પાસે એક સાધારણ મોચીના બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવાની સ્ટાઈલ સોશિયલ મીડિયા પર લોકોને સ્પર્શી (viral news) ગઈ છે. સોશિયલ મીડિયા પર આ તસવીરે ખાસ ધ્યાન આકર્ષિત કર્યુ છે.
@righteous_monk_ નામના ટ્વિટર યુઝરે અમદાવાદના રસ્તા પરના એક મોચીની તસવીર શેર કરી છે. જેમાં ફૂટપાથ પર જૂતા રીપેર કરતો જોવા મળે છે. તેણે પોતાના ઠેલાની બહાર એક ખુરશી લગાવી છે. જેમાં ભગવા રંગનું કાપડ પાથર્યુ છે. આ કાપડ પર સીડીએસ બિપીન રાવત (cds of india) ની તસવીર મૂકી છે. જનરલની તસવીર પર ફુલોની માળા ચઢાવવામાં આવી છે. તેમની તસવીરની સામે મોચીએ અગરબત્તી પણ સળગાવી છે.
Yes i definately come from two India, one where a roadside shoemaker pays tribute to late CDS with his hard earn money and second where some anti national elements rejoice demise of CDS. My brother @Nagetive_Jordan spotted this on a footpath near navrangpura police station(1/2) pic.twitter.com/ALnM1ilpof
— आंगिरस (@righteous_monk_) December 9, 2021
ટ્વિટર યુઝરના જણાવ્યા અનુસાર, બિપિન રાવત (CDS General Bipin Rawat) ની શ્રદ્ધાંજલિ આપવાની સ્ટાઈલ તેમને સ્પર્શી ગઈ હતી. તેમણે મોચીને પૂછ્યુ હતું કે, તમે આના પર કેટલો ખર્ચો કર્યો. કેમ કે, તેઓ તેના રૂપિયા ચૂકવવા માંગે છે. પરંતુ મોચીએ રૂપિયા લેવાનો ઈન્કાર કર્યો હતો અને ગુજરાતીમાં જવાબ આપ્યો હતો કે, હું એટલુ તો કમાઈ લઉ છું કે મારા દેશવાસીઓ માટે થોડો ખર્ચ કરી શકું.
મોચીની આ ભાવનાભરી શ્રદ્ધાંજલિના સોશિયલ મીડિયા પર વખાણ વખાણ થઈ રહ્યાં છે. રોજ કમાઈને રોજનું પેટ ભરતા નાનકડા માણસને પણ દેશના વીરોની શહીદી માટે માન છે. તેઓ પોતાની સાચી દેશભક્તિ બતાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે