AHMEDABAD: નારોલમાં દેહ વ્યાપાર કરતી મહિલા પર અજાણ્યા યુવકોનો છરી વડે હુમલો

નારોલ વિસ્તારમાં દેહવ્યાપાર કરતી એક મહિલા પર બે અજાણ્યા શખ્સોએ છરી વડે ઘા મારીને ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાઓ તેના મિત્ર સારવાર માટે ખાનગી દવાખાનામાં લઇ ગયો હતો. જ્યાં તેને પાટા પીંડી કરી દેવાઇ હતી. બીજા દિવસે દુખાવો થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં વધારે સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઇ જતા ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી દીધી હતી. સમગ્ર મામલો દબાવવા માટે વટવા પોલીસ સ્ટેશનમાં મચ્છી સમારવા દરમિયાન છરો વાગી ગયો હોવાનું કહેવાયું હતું. જો કે ડોક્ટરે છરીના ઘા મરાયા હોવાનું કહેતા ઇસનપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ આદરી છે. 
AHMEDABAD: નારોલમાં દેહ વ્યાપાર કરતી મહિલા પર અજાણ્યા યુવકોનો છરી વડે હુમલો

અમદાવાદ : નારોલ વિસ્તારમાં દેહવ્યાપાર કરતી એક મહિલા પર બે અજાણ્યા શખ્સોએ છરી વડે ઘા મારીને ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાઓ તેના મિત્ર સારવાર માટે ખાનગી દવાખાનામાં લઇ ગયો હતો. જ્યાં તેને પાટા પીંડી કરી દેવાઇ હતી. બીજા દિવસે દુખાવો થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં વધારે સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઇ જતા ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી દીધી હતી. સમગ્ર મામલો દબાવવા માટે વટવા પોલીસ સ્ટેશનમાં મચ્છી સમારવા દરમિયાન છરો વાગી ગયો હોવાનું કહેવાયું હતું. જો કે ડોક્ટરે છરીના ઘા મરાયા હોવાનું કહેતા ઇસનપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ આદરી છે. 

મુળ કલકત્તાની રહેવાસી અને વટવામાં રહેતી મહિલા તેના મિત્ર સાથે લિવ ઇનમાં રહેતી હતી. નારોલ સર્કલ ખાતે દેહ વ્યાપારનું પણ કામ કરતી હતી. 17 જુલાઇના રોજ 8 વાગ્યાની આસપાસ નારોલ સર્કલ નજીક ઉભી હતી ત્યારે જ બાઇક પર બે અજાણ્યા શખ્સોએતેને છરી મારીને ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે તેના મિત્રને જાણ કરતા આવી મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવાઇ હતી. જ્યાં પાટાપિંડી કરીને તેને રજા આપી દેવાઇ હતી. જો કે બીજા દિવસે દુખાવો થતા અન્ય ખાનગી હોસ્પિટલ લઇ જવાઇ હતી. વટવા પોલીસ સ્ટેશનમાં માછલી કાપતા છરી વાગી હોવાનું લખાવીને મામલો દબાવવાનો પ્રયાસો કરાયા હતા. 

રસીકરણમાં અબ કી બાર 3 કરોડ કે પાર: રાજ્યમાં માત્ર 29 કેસ, એક પણ વ્યક્તિનું મોત નહી
ખાનગી હોસ્પિટલે વધારે સારવાર માટે મહિલાને એલજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી હતી. જ્યાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. જો કે એલજી હોસ્પિટલનાં ડોક્ટર્સે પોલીસને માહિતી આપી હતી કે, આ છરીના ઘા મરાયેલા છે. મચ્છી કાપવા દરમિયાન વાગેલા ઘા નથી. જેના કારણે ઇસનપુર પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news