આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધ

Ahmedabad Rath Yatra 2024: અમદાવાદમાં રથયાત્રાને કારણે કેટલાક રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ કરવામા આવી છે, સાથે જ રથયાત્રાના 16 કિમી લાંબા રુટને નો પાર્કિંગ રુટ જાહેર કરાયો છે 
 

આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધ

Rathyatra 2024 : આજે અમદાવાદના રસ્તા પર ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજે દરેક રસ્તા પર ભક્તિમય માહોલ છવાયો છે. અમદાવાદમાં 16 કિલોમીટરના રુટ પર રથયાત્રા નીકળવાની છે. ત્યારે જો તમે અમદાવાદમાં ક્યાંય બહાર નીકળવાના હોવ તો સાચવજો, કારણ કે રથયાત્રાને કારણે કેટલાક રસ્તાઓ બંધ રહેશે, કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા છે, તો કેટલાક વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. આ માટે અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે. 

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 7 જૂલાઈ રવિવારના દિવસે નિકળશે. જેને  લઈ શહેરમાં અનેક  રૂટ માં સવારે 5 થી 11 વાગ્યે અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી આસ્ટોડિયા સર્કલથી રાયખડ સુધીનો રોડ બંધ રહેશે. ટ્રાફિક વિભાગ દ્વારા મુખ્ય 6 રસ્તાઓ બંધ કરીને ડાયવર્ઝન રૂટ નકકી કરવામાં આવ્યા છે.  રથયાત્રાના રુટ પરથી પસાર થનારા તમામ વાહનોને અવર જવર બંઘ રહેશે. વૈકલ્પિક રૂટ દ્વારા વાહનો અવર જવર થઇ શકશે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33 જોગવાઇ હેઠળ 6 જુલાઇ 2024ના રોજ રાતના 12 વાગ્યા થી 7 જુલાઇ 2024ના રોજ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી નો પાર્કિંગ ઝોન રહેશે.

 

પ્રતિબંધિત રૂટ

  • ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફુલ બજાર (સવારે 2 વાગ્યાથી રથયાત્રા પુર્ણ થાય ત્યાં સુધી)
  • રાયખડ ચાર રસ્તા, આસ્ટોડીયા દરવાજા (સવારે 5થી વાગ્યાથી 11.00 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રથયાત્રા પુર્ણ થાય ત્યાં સુધી)
  • આસ્ટોડીયા ચકલા, કાલુપુર સર્કલ (સવારે 9 વાગ્યાથી બપોરે 4.30 વાગ્યા સુધી)
  • સારંગપુર સર્કલ, કાલુપુર સર્કલ, કાલુપુર બીજ, સરસપુર, શારદાબેન હોસ્પિટલ ચાર રસ્તા, કાલુપુર સર્કલ કાલુપુર બ્રીજ, અમદુપુરા (સવારે 9 થી બપોરે 4.30 વાગ્યા સુધી)
  • કાલુપુર સર્કલથી પ્રેમદરવાજા દરીયાપુર દરવાજા, દિલ્લી ચકલા (બપોરે 12.30થી 4.30 વાગ્યા સુધી)
  • દિલ્લી ચકલા શાહપુર દરવાજા શાહપુર ચકલા રંગીલા ચોકી, આર.સી.હાઈસ્કુલ, ઘી-કાંટા ચાર રસ્તા, પાનકોર નાંકાથી માણેકચોક, ગોળ લીમડા (બપોરે 5.30થી રથયાત્રા ખમાસા પસાર થાય ત્યાં સુધી.

ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ખેડૂતોને આપી મોટી ભેટ : ખાતર પર મળશે 50 ટકા સબસીડી

વૈકલ્પિક માર્ગ/રૂટ
• રાયખડ ચાર રસ્તા, વિકટોરીયા ગાર્ડન, રીવરફ્રન્ટ ફૂલબજાર જમાલપુર બ્રીજ, ગીતામંદીર
• રાયખડ ચાર રસ્તા, જમાલપુર ગાયકવાડ હવેલી
. આસ્ટોડીયા ચાર રસ્તા : ગીતા મંદીર* જમાલપુર બીજ, સરદાર બ્રીજ, પાલડી
. કામદાર ચાર રસ્તા-હરીભાઈ ગોદાણી સર્કલ-પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા ચામુંડાબ્રીજ, ચમનપુરા સર્કલ, અસારવા બ્રીજ, ઈદગાહ સર્કલ
કાલુપુર રેલ્વે સ્ટેશન, અનિલ સ્ટાર્ચ મીલ રોડ, હરીભાઈ ગોદાણી સર્કલ
ઈન્કમટેશ, ગાંધીબ્રીજ, રાહત સર્કલ, દિલ્લી દરવાજા, ઈદગાહ સર્કલ
દિલ્લી દરવાજા, શાહપુર ચાર રસ્તા, ભવન્સ કોલેજ રોડ, લેમન ટ્રી, રૂપાલી, વીજળીઘર, લાલ દરવાજા

અમદાવાદ પોલીસ દ્વારા જણાવાયુ કે, અમદાવાદ શહેરમાં આગામી તા.૦૭/૦૭/૨૦૨૪ ના રોજ ભગવાન જગ્ગન્નાથજીની ૧૪૭મી રથયાત્રા નિમિત્તે શહેરના નીચે જણાવેલ જાહેરમાર્ગોને તા.૦૬/૦૭/૨૪ તથા ૦૭/૦૭/૨૪ ના રોજ દિન-૨ માટે “નો પાર્કિંગ ઝોન” જાહેર કરવામાં આવે છે.

નો પાર્કિંગ ઝોન
જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભ,ખમાસા, ગોળલીમડા, આસ્ટોડીયા ચકલા,(બીઆરટીએસ રુટ સહિત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જૂની ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔતમ પોળ, આર સી હાઈ સ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ, દાણીપીઠ, ખમાસા થઈ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તારમાં નો માર્કિંગ ઝોન રહેશે. આ જાહેરનામનો અમલ તારીખ 6 જૂલાઈથી લઈને રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news