માત્ર 8-9 કલાકની મહેનતથી આ અમદાવાદી વિદ્યાર્થીઓ બન્યા ટોપર

અમદાવાદમાં ધો-10ની 1,17,177 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેઓનું પરિણામ આજે જાહેર થયું છે. વેબસાઈટ પર પરિણામ આવતા જ પરિવારોમાં મીઠાઈ વહેંચવાની શરૂઆત થઈ હતી. સારુ પરિણામ જોઈને વાલીઓ પણ ખુશખુશાલ થઈ ગયા છે. કોરોના વાયરસને પગલે લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓ તથા વાલીઓએ લાંબા સમય સુધી આતુરતાથી પરિણામની રાહ જોઈ હતી. ત્યારે જોઈ લો, અમદાવાદના આ વિદ્યાર્થીઓ કેવી રીતે સારુ પરિણામ મેળવ્યું હતું. તેમના માતાપિતા તેમના પર ગર્વ અનુભવે છે. 
માત્ર 8-9 કલાકની મહેનતથી આ અમદાવાદી વિદ્યાર્થીઓ બન્યા ટોપર

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં ધો-10ની 1,17,177 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેઓનું પરિણામ આજે જાહેર થયું છે. વેબસાઈટ પર પરિણામ આવતા જ પરિવારોમાં મીઠાઈ વહેંચવાની શરૂઆત થઈ હતી. સારુ પરિણામ જોઈને વાલીઓ પણ ખુશખુશાલ થઈ ગયા છે. કોરોના વાયરસને પગલે લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓ તથા વાલીઓએ લાંબા સમય સુધી આતુરતાથી પરિણામની રાહ જોઈ હતી. ત્યારે જોઈ લો, અમદાવાદના આ વિદ્યાર્થીઓ કેવી રીતે સારુ પરિણામ મેળવ્યું હતું. તેમના માતાપિતા તેમના પર ગર્વ અનુભવે છે. 

બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાયુ ધોરણ 10નું પરિણામ, વિદ્યાર્થીઓમાં ખુશી છવાઈ

9 કલાક મહેનથી વંશીલે 99.41 પર્સન્ટાઈલ મેળવ્યાં 
પરિણામ જાહેર થતા જ તમામ વિદ્યાર્થીઓ વેબસાઈટ ચેક કરવા લાગ્યા હતા. અમદાવાદના નવરંગપુરાની એજી સ્કૂલના વંશીલ ઓઝાએ 99.41 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આવું બેસ્ટ પરિણામ લાવવા માટે વંશીલ રોજ  8 થી 9 કલાકની મહેનત કરતો હતો. આજે ઇચ્છીત પરિણામ મળતા તેનો પરિવાર ખુશ થયો છે. વંશીલે પોતાની આ સફળતાનો શ્રેય માતા-પિતા, શિક્ષકોને આપ્યો. તે ધોરણ 11માં A ગ્રુપ લઈ એન્જીનીયરીંગમાં આગળ કારકિર્દી ઘડવા માગે છે.

khushi_patel_result_zee.gif

અમદાવાદની ખુશી પટેલે ધોરણ 10માં 99.44 પરસેન્ટાઇલ મેળવ્યા છે. રોજની માત્ર 7 કલાકની મહેનત બાદ તે આ પરિણામ મેળવી શકી છે. પરિણામનું શ્રેય વિદ્યાર્થીનીએ માતા-પિતા અને શિક્ષકોને આપ્યું છે. 

samprat_upadhyay_zee.jpg

એજી સ્કૂલના વિદ્યાર્થી સાંપ્રત ઉપાધ્યાયે 96 40%  મેળવીને માતાપિતાની પ્રતિષ્ઠા વધારી છે. 3 થી 4 કલાકની રોજની મહેનત બાદ હતી. ઇચ્છીત પરિણામ મળતા પરિવાર ખુશ થયો છે. સાંપ્રત ધોરણ 11માં A ગ્રુપ લઈ એન્જિનિયરીંગમાં આગળ કારકિર્દી ઘડવા માગે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news