અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે પ્રથમ પરીક્ષા યોજાઇ, રાખવામાં આવી આટલી ખાસ તકેદારી

કોરોના કહેર (Coronavirus) બાદ હવે જાણે જન જીવન થાળે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બોર્ડની પરીક્ષા (Board Exam) પુર્ણ થયા બાદ આજે પ્રથમ વખત આઇઆઇટીઇની (IITE) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કોરોનાનું સંક્રમણ થાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. 
અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે પ્રથમ પરીક્ષા યોજાઇ, રાખવામાં આવી આટલી ખાસ તકેદારી

અમદાવાદ : કોરોના કહેર (Coronavirus) બાદ હવે જાણે જન જીવન થાળે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બોર્ડની પરીક્ષા (Board Exam) પુર્ણ થયા બાદ આજે પ્રથમ વખત આઇઆઇટીઇની (IITE) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કોરોનાનું સંક્રમણ થાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. 

તકેદારીમાં પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા તમામ વિદ્યાર્થીનું ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર માપવું. સાબુથી હાથ, ધોવડાવવા ઉપરાંત ફેસ શિલ્ડ, માસ્ક અને સેનેટાઇઝરમાં પાઉચની એક કીટ પણ બનાવીને આપવામાં આવી છે. જે કીટનો ઉપયોગ પરીક્ષા દરમિયાન કરવામાં આવ્યો છે. જ્યારે એક ક્લાસમાં 12 વિદ્યાર્થીઓ બેસી શકે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. 

આઇઆઇટીમાં થતા અલગ અલગ અભ્યાસ માટે સમગ્ર ગુજરાતમાંથી લગભગ 10003 વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી. હાલમાં સમગ્ર રાજ્યમાં 135 કેન્દ્રો પર 9500 થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી શક્યતા છે. અમદાવાદમાં 5 સેન્ટરો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 

શરૂઆતી તબક્કામાં આ પરીક્ષા 33 કેન્દ્રો પર લેવામાં આવતી હતી. જો કે આ મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સનો ધ્યાનમાં રાખીને 135 કેન્દ્રો પર પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાના આયોજન માટે 1 ઓગષ્ટનાં દિવસે જ સાંજે પ્રશ્ન પેપર કેન્દ્રો પર લાવી સ્ટ્રોંગ રૂમમાં મુકી પોલીસની હાજરીમાં સિલ કરી દેવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news