AHMEDABAD: પોલીસ ભરતી બાદ ગૌણસેવા બોર્ડને પણ વિદ્યાર્થીઓએ લપેટામાં લીધું, ધરણાની જાહેરાત
Trending Photos
અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા ૫સદંગી મડંળ, ગાંધીનગર દ્વારા શ્રમ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક, રોજગાર અને તાલીમ, ગાંધીનગર હસ્તકની જુદી જુદી કચેરીઓમા વર્ગ 3 ના જુદા જુદા તાંત્રિક સવંગોની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા માર્ચ-2019 માં હાથ ધરવામાં આવી હતી. જેને આશરે 2 વર્ષ જેટલો સમય વીતી ચુકેલ છે અને હજી સુધી સંપુર્ણ પણે પ્રક્રિયા પુર્ણ થયેલ નથી.
05/09/2020 ના રોજ માનનીય મુખ્યમંત્રી એ જાહેરાત કરી હતી કે જે ભરતી પ્રક્રિયામાં પરીક્ષા ના તબક્કા પૂર્ણ થઈ ગયેલ છે તેની બાકીની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી તાત્કાલિક નિમણૂક પત્ર આપવામાં આવશે. અને તારીખ 09/ 09/2020 ના રોજ માનનીય અધ્યક્ષ વોરા સાહેબ દ્વારા DD ગુજરાતી ના ઇન્ટરવ્યૂ માં ડિસેમ્બર 2020 સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. પરંતુ હજી સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.
કોરોનાની પરિસ્થીતી ઘ્યાને લઈ આજ રોજ આ ભરતીનાં હજારો ઉમેદવારોએ રૂબરૂ આવેદન આપવાને બદલે E-mail ના માઘ્યમથી ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ, નિયામક રોજગાર અને તાલીમ, સામાન્ય વહિવટ વિભાગ, રાજ્ય ચુંટણી પંચ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી , ગૃહમંત્રી તેમજ મંત્રીશ્રમ અને રોજગારને આવેદન મોકલ્યા છે. આ ભરતી ઝડપથી પુર્ણ કરવા વિનંતી કરવામાં આવી છે. જો ૩૦/૦૪ સુઘીમાં બઘાં ટ્રેડનાં આખરી પરીણામો જાહેર કરવામાં નહીં આવે તો ઉમેદવારો સ્વયંભુ પોતાના પરીણામો જાહેર કરાવવાં માટે GSSSB ની ઓફીસમાં આવશે અને પરીણામો જાહેર નહીં થાય ત્યા સુઘી ત્યાં જ ધરણા કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે