દોઢ વર્ષ બાદ ખૂની બદલો! કોલેજ સમયમાં યુવતીએ પ્રેમનો પ્રપોઝ ન સ્વીકારાતા પ્રેમીએ ઘર ઘૂસીને કર્યો હત્યાનો પ્રયાસ

પોલીસ કસ્ટડીમાં જોવા મળતો સર્વેશ રાવલ છે..જેણે પોતાની મિત્ર એ પ્રેમ અસ્વીકાર કરતા દોઢ વર્ષે લીધો બદલો. ઘટના કઈક એવી છે કે ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક પરણિત યુવતી ઘરે હતી ત્યારે કોલેજ નો એક મિત્ર સર્વેશ તેને મળવા માટે આવ્યો..

દોઢ વર્ષ બાદ ખૂની બદલો! કોલેજ સમયમાં યુવતીએ પ્રેમનો પ્રપોઝ ન સ્વીકારાતા પ્રેમીએ ઘર ઘૂસીને કર્યો હત્યાનો પ્રયાસ

ઉદય રંજન/અમદાવાદ: એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પરણિત યુવતીના ઘર ઘૂસીને હત્યાનો પ્રયાસ કર્યો. કોલેજ સમયમાં યુવતીએ પ્રેમનો પ્રપોઝ ન સ્વીકારાતા પ્રેમીએ દોઢ વર્ષ બાદ ખૂની બદલો લીધો. ચાંદખેડા પોલીસે પ્રેમી ની ધરપકડ કરી તપાસ શરૂ કરી.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતો સર્વેશ રાવલ છે..જેણે પોતાની મિત્ર એ પ્રેમ અસ્વીકાર કરતા દોઢ વર્ષે લીધો બદલો. ઘટના કઈક એવી છે કે ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક પરણિત યુવતી ઘરે હતી ત્યારે કોલેજ નો એક મિત્ર સર્વેશ તેને મળવા માટે આવ્યો..ત્યારે તેનો પતિ પણ હાજર હતો. કોલેજ ના મિત્ર બનીને સર્વેશ યુવતી સાથે વાતચીત કરતો હતો. આ દરમિયાન ચાહ બનાવવા પતિ દૂધ લેવા નીકળ્યો હતો અને આરોપી સર્વેશ એ યુવતીના એકલતાનો લાભ લઇને કોલેજ સમય નો પ્રેમ અસ્વીકાર કરવા બદલ છરી વડે હુમલો કરીને બદલો લીધો. તેવા પતિ ઘરે પરત આવતા પરણિતા લોહીલુહાણ હાલતમાં હતી અને આરોપી સર્વેશ ફરાર થઈ ગયો હતો.

પોલીસે આ ઘટનાને લઈને તપાસ કરતા જણાવવા મળ્યું કે પરિણીત યુવતી ને બેડરૂમમાં લઈ જઈને સર્વેશ એ પગના ભાગે છરી થી હુમલો કર્યો ત્યારબાદ સર્વેશ યુવતીને એકલી જાણીને પહેલા વાળ પકડીને ગળાના ભાગે છરી મારી. જોકે યુવતી એ રોકવાનો પ્રયાસ કરતા પીઠના ભાગે બે છરીના ધા ઝીકી લોહીલુહાણ કરી હતી. પરણિત યુવતીએ ચીસાચીસ કરતા આરોપી સર્વેશ ફરાર થઈ ગયો હતો..

No description available.

આ યુવતી આરોપી સર્વેશ સાથે 2019 માં અભ્યાસ કરતી હતી. તે ઓની કોલેજમાં સારી મિત્રતા હતી પરંતુ આરોપી સર્વેશને એક તરફી પ્રેમ થઈ ગયો અને યુવતી એ પ્રેમનો અસ્વીકાર કરીને અન્ય યુવક સાથે લગ્ન કરી દેતા આરોપીએ બદલો લેવા માટે નક્કી કર્યું હતું. ઘટના દિવસે બદલો લેવાના ઇરાદે આરોપી પરણિતાના ઘરે પહોંચ્યો અને તેની હત્યાનો પ્રયાસ કર્યો..

પોલીસ તપાસ કરતા સર્વેશ આસ્ટોડિયા માં ઢાળની પોળમાં રહે છે અને ગ્રેજ્યુએશન કરેલ છે. અને ખાનગી નોકરી કરે છે હાલ ચાંદખેડા પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને આ હુમલા પાછળ અદાવત હતી કે અન્ય કારણ તેની પૂછપરછ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news