અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીનું પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું, મોટો ખુલાસો થયો
Ahmedabad school bomb threat : અમદાવાદની શાળાઓને ધમકીભર્યા મેઈલ મુદ્દે ખુલાસો.. પાકિસ્તાનના આઈપી એડ્રેસથી મોકલાયા હતા ધમકીભર્યા મેઈલ.. પોલીસ તપાસમાં સામે આવી હકીકત..
Trending Photos
Ahmedabad News : અમદાવાદની શાળામાં ધમકીભર્યા મેઈલ મળવાના મામલામાં પાકિસ્તાની કનેક્શન ખૂલ્યું છે. બોમ્બની ધમકી આપતા જે ઈ-મેઇલ મોકલવામાં આવ્યા હતા તે પાકિસ્તાનથી મોકલાયા હતા. મેઈલના ઈન્ટરનેટનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું હોવાનું સામે આવ્યું છે. ગુજરાત પોલીસની તપાસમાં મેઈલનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. ચૂંટણીના મતદાન એક દિવસ પહેલાં અમદાવાદની શાળાઓને ધમકીભર્યો મેઈલ કરાયો હતો. 6 મેના રોજ શહેરની મોટી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઇ હતી.
મતદાનના આગલા દિવસે આવ્યો હતો મેઈલ
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના આગલા દિવસે એટલે કે 6 મેના રોજ અમદાવાદની 28થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલને ઇ-મેઈલ દ્વારા ધમકી મળી હતી. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ કર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડે પણ ઘટનાસ્થળે ચેકિંગ કર્યું હતું. પરંતું ક્યાંય બોમ્બ મળ્યા ન હતા.
જો કે, તપાસમાં પોલીસને કંઈ મળ્યું નહોતું. જો કે, આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઇ-મેઇલ પાકિસ્તાનથી થયો હોવાનો દાવો કર્યો છે. અગાઉ રશિયન ડોમેનનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં અરબી શબ્દો અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો સંદેશો હતો. ઈમેઈલ મોકલનાર વ્યક્તિની ઓળખ તૌહીદ વોરિયર તરીકેની હતી. જેમાં આખા અમદાવાદમાં "ઇતિશાદી" દ્વારા કરવામાં આવેલા હુમલાની ચેતવણી આપી હતી. ઈમેઈલમાં ગુજરાતમાં શરિયા કાયદો લાગુ પાડવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિરોધ કરનારા સામે હિંસાની ધમકી પણ આપવામાં આવી હતી.
કઈ કઈ સ્કૂલોને મળી હતી ધમકી
લોકસભા ચૂંટણીના વોટીંગના બરાબર એક દિવસ પહેલા અમદાવાદની ઘણી જાણીતી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી હતી. ગુરુકુળની એશિયા સ્કૂલ, થલતેજના આનંદ નિકેતન, ડીપીએસ બોપલ, મેમનગરની એચબીકે સ્કૂલ, થલતેજની ઝેબાર સ્કૂલ, એસજી રોડ પર કોસ્મોસ કેસલ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ચાંદખેડા અને શાહીબાગ કેન્ટોનમેન્ટની બે કેન્દ્રીય વિદ્યાલયો સહિત અનેક સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે