અમદાવાદ ગ્રામ્ય SOG એ નશાની મોટી ફેક્ટરીનો કર્યો પર્દાફાશ, લાખો રૂપિયાનો માલ મળી આવ્યો

અમદાવાદ ગ્રામ્ય SOG એ નશાની મોટી ફેક્ટરીનો કર્યો પર્દાફાશ, લાખો રૂપિયાનો માલ મળી આવ્યો

* અમદાવાદ ગ્રામ્ય એસઓજીને મળી મોટી સફળતા
* નશીલા પદાર્થોની ફેક્ટરી ઝડપી પાડી
* કફ સીરપનું ગેરકાયદેસર કરતા હતા વેચાણ
* પોલીસે રૂપિયા 8.44 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો
* મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ
* ષડયંત્રના માસ્ટરમાઈન્ડ ભરત ચૌધરી નો ભાઈ પણ પકડાયો
* પૂછપરછમાં નશીલી દવાના  કૌભાંડ મુદ્દે થયા મોટા ઘટસ્ફોટ

મૌલિક ધામેચા/અમદાવાદ : દેશના યુવા વર્ગને બરબાદ કરવા તથા અર્થતંત્રને નુકસાન પહોંચાડવા ચાલતો નશીલા પદાર્થોના કારોબારનો ગ્રામ્ય એસ.ઓ.જી એ પર્દાફાશ કર્યો છે. એસ.ઓ.જી પોલીસે ખેડાથી નશીલા પદાર્થના લાખો રૂપિયાના જંગી જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં પકડાયેલા આરોપી ની પૂછપરછમાં નશીલા પદાર્થોની હેરાફેરી નો માસ્ટર માઇન્ડ ઝડપાય તેવી શકયતા પ્રબળ બની છે.

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ નશીલા પદાર્થોનું વેચાણ કરતી ગેંગના વધુ બે સાગરીતોને ઝડપી પાડયા છે. ગ્રામ્ય એસઓજીએ બાતમી મળી હતી કે ખેડા વિસ્તારમાં નશાકારક કફ સીરપનો લાખો રૂપિયાનો માલ ગેરકાયદેસર રીતે મૂકવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે રેડ કરી એક લક્ઝુરિયસ કાર અને નશાકારક કફ સીરપ ના ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા રૂપિયા 8.44 લાખ ના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓમાંથી એક નશીલા પદાર્થોના વેચાણના મુખ્ય ષડયંત્રકાર ભરત ચૌધરીનો ભાઈ હરીશ પુખરાજજી ચૌધરી છે. આરોપી હરીશની સાથે તેનો સાગરીત અમિત પાલ પણ ઝડપાઈ ગયો છે.

બંને આરોપી નશીલી દવાઓની હેરાફેરી ના ષડયંત્રમાં બરાબરના ભાગીદાર છે. પકડાયેલા બંને આરોપીમાંથી હરીશ ચૌધરી નશીલા પદાર્થના હેરાફેરીના ષડયંત્રના મુખ્ય આરોપી ભરત ચૌધરી નો ભાઈ છે. જો કે ભરત ચૌધરી હજી વોન્ટેડ છે. પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ અને આજ પ્રકરણમાં અગાઉ પકડેલા ચાર આરોપીઓની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે. નશીલી દવા ની ગેરકાયદેસર હેરાફેરીનો મુખ્ય સૂત્રધાર ભરત ચૌધરી રાજ્યભરની અનેક દવાની કંપની તથા ફાર્માસ્યુટિકલ કંપનીના સીધા સંપર્કમાં છે. એટલું જ નહીં નશાકારક કફ સીરપના ગેરકાયદેસર વેચાણના તાર સમગ્ર રાજ્ય અને રાજ્ય બહાર પણ જોડાયેલા હોય તેવું પોલીસ માની રહી છે. હાલ તો ગ્રામ્ય એસઓજીએ ખેડામાં VRL લોજિસ્ટિક કમ્પનીના ગોડાઉનમાંથી નશીલી દવાનો આ ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડયો છે. પોલીસને બાતમી મળી હતી કે વી.આર એલ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ દ્વારા આ જથ્થો ખેડા ખાતે મંગાવવામાં આવ્યો હતો. જેથી પોલીસે તે બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

નશીલી દવાનું ગેરકાયદેસર વેચાણ ષડયંત્ર ધીરે ધીરે વિરાટ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગ્રામ્ય એસઓજી દ્વારા થોડા દિવસો અગાઉ આજ કેસમાં લાખોના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી હતી. જવાન તપાસ આગળ વધતા ખેડા પાસેથી બે આરોપીઓ સાથે નશીલી દવાઓની ગેરકાયદેસર ફેક્ટરી પકડાઈ છે. આ સમગ્ર તપાસમાં પોલીસ માટે કેન્દ્ર બિંદુ ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર ભરત ચૌધરી છે. અને એટલે જ હવે તેને પકડવા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news