આવતીકાલે અમદાવાદમાં સંભાળીને નીકળજો, આ રુટ પર અપાયા છે ડાયવર્ઝન, જાણો શા માટે

Ahmedabad Traffic Divert : આ નાઈટ હાફ મેરેથોનને પગલે ડાયવર્ઝન અપાયું છે. જેથી વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રોડ જાહેર કરાયા છે. રિવરફ્રન્ટનો પટ્ટો બપોરે ચાર વાગ્યા પછી બંધ રાખવામાં આવ્યો 

આવતીકાલે અમદાવાદમાં સંભાળીને નીકળજો, આ રુટ પર અપાયા છે ડાયવર્ઝન, જાણો શા માટે

Ahmedabad Night Marathon : અમદાવાદના આંગણે આવતીકાલે 21 જાન્યુઆરીએ રિવરફ્રન્ટ પર નાઈટ મેરેથોન યોજાશે. નશામુક્તિ અભિયાન માટે ગુજરાત પોલીસ દ્વારા આયોજિત નાઈટ મેરેથોનને CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરશે. મેરેથોનમાં અત્યાર સુધીમાં 75 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે અમદાવાદીઓએ આવતીકાલે 21 જાન્યુઆરીએ રિવરફ્રન્ટ સહિત આ રૂટ પર જતાં પહેલાં ચેતવુ જોઈએ. કારણ કે, ઈવેન્ટને પગલે અનેક જગ્યાઓએ ડાયવર્ઝન અપાયું છે. અમદાવાદમાં મેરેથોનને લઈને કેટલાક રૂટ બંધ રાખવામાં આવ્યાં છે. 

શહેરમાં આવતીકાલે સાંજે પોલીસ દ્વારા થ્રિલ એડિકટ નાઈટ મેરેથોન યોજાશે. જેમાં 75 હજાર રજિસ્ટ્રેશન સાથે કિટ વિતરણ થયું છે. આ નાઈટ મેરેથોન માટે 8 સ્ટેજ હશે અને ડોક્ટર-ફિઝિયોની ટીમ ખડેપગે રહેશે. ઈવેન્ટ સેન્ટરથી સુભાષ બ્રિજ સુધીની આ નાઈટ મેરેથોન હશે. આ નાઈટ હાફ મેરેથોનને પગલે ડાયવર્ઝન અપાયું છે. જેથી વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રોડ જાહેર કરાયા છે. રિવરફ્રન્ટનો પટ્ટો બપોરે ચાર વાગ્યા પછી બંધ રાખવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : 

મેરેથોનની ખાસિયત
આ મેરેથોનમાં 21 અને 10 કિમિ સુઘીની દોડ રાખવામાં આવી છે
ફિલ્મી કલાકારો પણ આ મેરેથોનમાં હાજર રહી લોકોનો ઉત્સાહ વધારશે
અલગ અલગ કેટેગરીમાં કુલ 10 લાખના ઇનામ આપવામા આવશે
થમ 5 આવનાર લોકોને ઇનામ અપાશે ને બાકીનાને મેડલ અપાશે

આ પણ વાંચો : 

રિવરફ્રન્ટ પશ્ચિમ માર્ગ :
૧)  વાડજ સ્મશાનગૃહ કટ થી રીવરફ્રન્ટ પશ્વિમ રોડથી આંબેડકર બ્રિજ થી જમણી બાજુ વળી અંજલી ચાર રસ્તા સુધીનો જતો- આવતો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.
૨) વાડજ સર્કલ થી સુભાષબ્રિજ સર્કલ સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.
૩) પાવર હાઉસ ચાર રસ્તા થી રીવરફ્રન્ટ પશ્ચિમ રેલવે બ્રિજ થઈ સુભાષબ્રિજ સર્કલ તરફ જતો રિવરફ્રન્ટ પશ્ચિમનો માર્ગ વાહનોની અવાર જવર માટે બંધ રહેશે
૪)  સરદારબ્રિજ નીચે રીવરફ્રન્ટ પુર્વ થી આંબેડકર બ્રિજ રીવરફ્રન્ટ પુર્વનો માર્ગ તથા આંબેડકર ઓવરબ્રિજ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.

આ પણ વાંચો : 

વૈકલ્પિક માર્ગ : (આશ્રમ રોડ)
૧) વાડજ સ્મશાન ગૃહ કટથી વાડજ સર્કલ થઇ ઉસ્માનપુરા ચાર રસ્તા થઇ ઇન્કમટેક્ષ ઓવર બ્રીજ મધ્ય ભાગ થઇ બાટા શો રૂમ ચાર રસ્તા થઈ ડિલાઈટ ચાર રસ્તા થઈ ટાઉન હોલ ચાર રસ્તા થઇ પાલડી ચાર રસ્તા થઇ મહાલક્ષ્મી પાંચ રસ્તા થઇ અંજલી ઓવરબ્રિજ થઇ અવર જવર કરી શકાશે. 
2) સુભાષબ્રિજ સર્કલ થઇ પ્રબોધરાવળ સર્કલથી ડાબી બાજુ વળી પલક ચાર રસ્તા થી ડાબી બાજુ વળી વાડજ સર્કલ તરફ અવર જવર કરી શકાશે.
૩) પાવર હાઉસ ચાર રસ્તા થઇ ચિમનભાઇ ઓવરબ્રિજ પશ્ચિમ રેલ્વે બ્રિજ થઇ સુભાષબ્રિજ સર્કલ મધ્યભાગ થઈ પ્રબોધરાવળ સર્કલ થી ડાબી બાજુ વળી સુભાષબ્રિજ સર્કલ તરફ અવર જવર કરી
(એ) ખોડીયારનગર ચાર રસ્તા થઇ બહેરામપુરા પોલીસ ચોકી પાછળ થઇ જમાલપુર ચાર રસ્તા થઇ સરદારબ્રિજ તરફ અવર જવર કરી શકાશે.
(બી) ખોડીયારનગર ચાર રસ્તા થી પીરાણા ચાર રસ્તા થઈ શાસ્ત્રી ઓવરબ્રિજ થઇ વિશાલા સર્કલ થઇ વાસણા ગામ ટી થઇ આશ્રમ રોડ તરફ અવર જવર કરી શકાશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news