અમદાવાદમાં ફરી છવાયો વરસાદી માહોલ; આ વિસ્તારોમાં મેઘરાજાએ શરૂ કરી બેટિંગ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
Weather forecaster: હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. ત્યારે અમદાવાદમાં બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, ત્યારબાદ પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.
Trending Photos
Weather forecaster: ગુજરાત માટે આગામી 24 કલાક હજુ પણ ભારે બની રહેવાના છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બંને ઝોન સિવાય આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. બીજી બાજુ અમદાવાદમાં આજે સવારથી (શનિવાર) ફરી વરસાદી માહોલ જામ્યો હતો, ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો. બપોર બાદ ફરી એકવાર અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. ત્યારે અમદાવાદમાં બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, ત્યારબાદ પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. એસજી હાઈવે, શ્યામલ, વસ્ત્રાપુર, ગોતામાં વરસાદ પડી રહ્યો છે, જ્યારે પૂર્વના નિકોલ, બાપુનગર,વિરાટનગર અને રખિયાલ વિસ્તારમાં વરસાદી માહોસ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખાડીયા અને પાલડીના આસપાસ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે. પાલડીના અશોકનગર અને ફતેપુરા વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે.
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના એસજી હાઇવે ઉપર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હળવા વરસાદનું ઝાપટું પડ્યું છે. પ્રહલાદનગરથી આનંદનગર રોડ ઉપર કરેલા ખોદકામના કારણે ભારે ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી રહી છે. એસજી હાઈવે પર ટ્રાફિક જામ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે (શનિવાર) અને આવતી કાલે માટે ભારેથી અતિભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનો અનુમાન છે. ગુજરાત માટે આગામી 24 કલાક હજુ પણ ભારે રેહશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદનો અનુમાન છે.આ બંને ઝોન સિવાય આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રેહશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે