અમદાવાદમાંથી ઝડપાયું કાશ્મીરી ચરસ, પોલીસે કરી એકની ધરપકડ
શહેરમાંથી ફરી એકવાર કાશ્મીરી ચરસનો જથ્થો પકડવામાં આવ્યો છે. આ વખતે ઝોન-5ના સ્કવોડે ગોમતીપુર શમશેર બાગ વિસ્તારના એક ઘરમાં દરોડો પાડી 27 લાખની કિંમતનું 1 કિલો 800 ગ્રામ ચરસ પકડી પાડ્યું હતુ.
Trending Photos
હર્મેંશ સુખડીયા/અમદાવાદ: શહેરમાંથી ફરી એકવાર કાશ્મીરી ચરસનો જથ્થો પકડવામાં આવ્યો છે. આ વખતે ઝોન-5ના સ્કવોડે ગોમતીપુર શમશેર બાગ વિસ્તારના એક ઘરમાં દરોડો પાડી 27 લાખની કિંમતનું 1 કિલો 800 ગ્રામ ચરસ પકડી પાડ્યું હતુ.
પોલીસને બાતમી મળી હતી કે, ગોમતીપુરનો શખ્સ આસપાસના વિસ્તારમાં ચરસનું છુટક વેચાણ કરી રહ્યો છે. જેના આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવીને કાર્યવાહી કરવામાં આવી હતી. ડીસીપી ઝોન-5ના સ્કવોડે ગોમતીપુર શમશેરબાગ વિસ્તારમાં મુસ્તાક ઉર્ફ મંજુ નામના શખ્સના ઘરે મોડી સાંજે સર્ચ કર્યું હતુ. સર્ચ દરમિયાન ઘરના પેટી પલંગમાંથી ચરસનો 1 કિલો 8૦૦ ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મુસ્તાકની ધરપકડ કરી ચરસ કબજે કર્યું હતુ.
પોલીસનું કહેવું છે કે, ચરસ પ્યોર છે એટલે કે કાશ્મીરી ચરસ છે. મુસ્તાક આ ચરસને દસ ગ્રામના બે હજાર રૂપિયાના ભાવે બાપુનગર, રખિયાલ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં છૂટક વેચતો હતો. થોડા દિવસ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ કરોડથી વધુની કિેંમતના કાશ્મિરી ચરસ સાથે એક પ્રેમી યુગલે ઝડપી પાડ્યું હતુ. આ સમયે શહેરમાં માદક પદાર્થોના કારોબારનું મોટુ નેટવર્ક હોવાનું પણ પોલીસના ધ્યાને આવ્યું હતુ. હાલ શહેરભરની પોલીસ આવા નશીલા દ્રવ્યો અંગે એલર્ટ પર હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે