છેડતી કરનારાઓની હવે ખેર નથી, 100થી વધુ રોમિયો પોલીસ પકડમાં
મહિલા પોલીસ SP રીંગરોડ પર આયોજિત કરાયેલા ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા ગ્રાઉન્ડમાં ઉતરી હતી અને છેડતીખોરોને ઝડપી પાડ્યા હતા. નરોડા પોલીસે 5 રોમીયોને ઝડપી તેમની સામે ગુનો દાખલ કર્યો છે.
Trending Photos
અમદાવાદ: નવરાત્રિમાં અસમાજિક તત્વો દ્વારા કરવામાં આવતી રોમિયોગીરીને લઇ અમદાવાદ પોલીસ એકશનમાં આવી છે. ત્યારે દરેક નોરતામાં મહિલા પોલીસ દ્વારા છેડતી કરનાર અને મહિલાઓ પર અસ્લીલ ટીપ્પણી કરનારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. DCP ઝોન 4 દ્વારા શહેરના પૂર્વ વિસ્તારોમાં પાર્ટી પ્લોટ અને ગરબાના સ્થળો પર રોમીયોને ઝડપી પાડવામાં આવ્યા છે. મહિલા પોલીસ SP રીંગરોડ પર આયોજિત કરાયેલા ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા ગ્રાઉન્ડમાં ઉતરી હતી અને છેડતીખોરોને ઝડપી પાડ્યા હતા. નરોડા પોલીસે 5 રોમીયોને ઝડપી તેમની સામે ગુનો દાખલ કર્યો છે.
છેડતી કરનાર રોમીયો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સાતમા નોરતે પોલીસ દ્વારા 24 રોમિયોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે રિવરફ્રન્ટ પોલીસે 18 રોમિયોને ઝડપયા હતા. સાતમાં નોરતા સુધી 100થી વધુ રોમિયો પોલીસની પકડમાં આવ્યા છે. મહિલા પોલીસ દ્વારા નવરાત્રિને લઇ ડિકોય ટીમની રચના કરવામાં આવી હતી ત્યારે ડિકોય ટીમ દ્વારા છેડતીખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે