અમદાવાદ: 52 વર્ષના 'ઢગા' એ 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, નવરાત્રીમાં કર્યું હતું કાળું કામ

રામોલના વસ્ત્રાલમાં આરોપી ચંદુ બારીયાના ખેતરમાં શ્રમિક પરિવાર મજુરી કરતો હતો. આ પરિવારની 17 વર્ષની દીકરી પર ચંદુની નજર બગડી હતી. તેને દીકરીને ખેતરમાં પાણી આપવાના બહાને મજુરી કરવા લઈ ગયો અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું.

અમદાવાદ: 52 વર્ષના 'ઢગા' એ 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, નવરાત્રીમાં કર્યું હતું કાળું કામ

મૌલિક ધામેચા/અમદાવાદ: રામોલમાં સગીરા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવનાર આધેડની પોલીસે ધરપકડ કરી છે. ખેતરમાં મજુરી કરતા શ્રમિક પરિવારની દીકરીને ધમકી આપીને શોષણ કર્યું હતું. પોલીસે આરોપીના DNA સેમ્પલ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ કસ્ટડીમાં કાળા બુરખામાં જોવા મળતા આરોપી ચંદુ બોરીયા છે. 52 વર્ષના આ આધેડએ 17 વર્ષની સગીરા સાથે 3 થી 4 વખત દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધી હતી. રામોલના વસ્ત્રાલમાં આરોપી ચંદુ બારીયાના ખેતરમાં શ્રમિક પરિવાર મજુરી કરતો હતો. આ પરિવારની 17 વર્ષની દીકરી પર ચંદુની નજર બગડી હતી. તેને દીકરીને ખેતરમાં પાણી આપવાના બહાને મજુરી કરવા લઈ ગયો અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું.

આ દીકરીને તેના માનસિક અસ્થિર ભાઈને મારી નાખવાની ધમકી આપી અને માતા પિતાને ખેતરમાં મજુરી નહિ આપે તેવી રીતે ડરાવીને સતત 3 થી 4 વખત દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ દીકરીને પેટમાં દુ:ખાવો લાગતા હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા તેને 4 માસનું ગર્ભ હોવાનું ખુલતા આધેડ ચંદુના શોષકનો પર્દાફાશ થયો હતો. રામોલ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

પકડાયેલો આરોપી ચંદુ બોરીયા 2 સંતાનનો પિતા છે. જયારે પીડિત સગીરાના પિતાનો મિત્ર પણ હતો. આરોપી પાસે 2 વિગા જમીન હતી. જેથી ખેતીવાડીની મજુરી માટે સગીરા અને તેનો પરિવાર જતો હતો. નવરાત્રીના સમયે આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ ધમકી આપીને જુદા જુદા સ્થળે દુષ્કર્મ આચરતો હતો. સગીરા ગર્ભવતી થતા ચદુનો ભાંડો ફૂટયો હતો. પોલીસે આરોપીના DNA ટેસ્ટને લઈને કાર્યવાહી હાથ ધરી છે.

રામોલ પોલીસે દુષ્કર્મ કેસમાં સગીરાનું મેડિકલ તપાસ કરાવી હતી. 4 માસ ગર્ભવતી સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. જ્યારે આરોપીની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news