અમદાવાદમાં વેપારી પુત્રનું અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગી, બે આરોપીઓએ બનાવ્યો ગજબનો પ્લાન, પણ...
આરોપીમાંથી મુખ્ય આરોપી મોહનરાજ સેન્ગુદર અગાઉ બેન્ક એકાઉન્ટ ખોલવાનું અને લોન અપાવવાનું કામ કરતો હતો. નોકરી કરતા સમયે આરોપીએ વેપારીનું એકાઉન્ટ પણ ખોલ્યું હતું. જો કે કોઈક કારણોસર આરોપીની નોકરી છૂટી ગઈ હતી..
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: વસ્ત્રાપુરમાં રહેતા વેપારીના પુત્રનું અપહરણ કરી ખૂન કરવાની ધમકી આપી એક કરોડની ખંડણી માંગનાર બે આરોપીઓને ઝડપી લેવાયા છે. બંને આરોપીઓમાંથી એક સાયબર એક્સપર્ટ આરોપી છે. તેણે શેર બજારમાં 70 લાખ રૂપિયાનું દેવું થઈ જતા આરોપીએ પોતાના જુના ગ્રાહકનો ડેટા મેળવી ધમકી આપી હતી.
આ ઘટનામાં પોલીસે કસ્ટડીમાં લીધેલા બે આરોપીઓના નામ છે મોહન રાજ સેન્ગુદર અને મોહન ગવંડર. બંને આરોપીઓ મૂળ તમિલનાડુના છે અને હાલ મણિનગરમાં રહે છે. બે આરોપીઓએ વેપારી પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જે ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ એનાલિસિસથી આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીમાંથી મુખ્ય આરોપી મોહનરાજ સેન્ગુદર અગાઉ બેન્ક એકાઉન્ટ ખોલવાનું અને લોન અપાવવાનું કામ કરતો હતો. નોકરી કરતા સમયે આરોપીએ વેપારીનું એકાઉન્ટ પણ ખોલ્યું હતું. જો કે કોઈક કારણોસર આરોપીની નોકરી છૂટી ગઈ હતી અને શેર બજારમાં 70 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. જેને લઈ તેણે અપહરણ અને ખંડણી માટેની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.
મોહનરાજ અને મોહન ગવંડર હાલ મણિનગરમાં રહેતા હતા. મુખ્ય આરોપી મોહન રાજ ખાનગી બેંકમાં નોકરી કરતો હતો. ભૂતકાળમાં ફરિયાદીના પરિવારના બેંક એકાઉન્ટ ખોલાવવા તેમના બાળકને વિદેશ મોકલવા સહિતની પ્રક્રિયા કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા મોહન રાજે નિભાવી હતી. કોઈક કારણોસર નોકરી છૂટી છતાં મોહનરાજે અપહરણ કરવા કાવતરું રચી, ખૂન કરવાની ધમકી આપી હતી.
આરોપીને લાગ્યું કે આ વેપારી સદ્ધર છે અને કઈક મળી રહેશે એટલે ટાર્ગેટ કર્યો હતો. પણ પોલીસે બંને આરોપીઓને ટેક્નિકલ એનાલિસિસથી ઝડપી પાડયા. આરોપીઓએ પહેલા ફોન કર્યા હતા અને ફેક ઇમેઇલ આઈડી બનાવી કાવતરું રચ્યું હતું. તો આરોપીઓ વેપારીના પરિવારને સોશિયલ મીડિયા પર ટ્રેક કરી રજેરજની માહિતીઓ પણ એકત્રિત કરતા હતા
ઉલ્લેખનીય છે કે, મોહન રાજ સાયબર એક્સપર્ટ છે. તે પોલીસને પણ ભૂતકાળમાં કેટલાક કેસ ઉકેલવામાં મદદ કરી ચૂક્યો છે. પોલીસને મદદ કરનારે એક વેપારીને ધમકાવી પૈસા પડાવવાનો વિચાર તો કર્યો પણ પોલીસ તેના કરતા એક કદમ આગળ નીકળી અને આખરે બંને આરોપીઓને ટેક્નિકલ એનાલીસીસથી જ ઝડપી પાડયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે